________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૦]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો આચરણ તે સદાચાર છે. બાહ્યક્રિયા તે સદાચાર નથી. એક આંગળીને ફેરવવી તે આત્માના હાથની વાત નથી. આંગળી ચાલે છે, આંખ ફરે છે, તે જડની ક્રિયા છે. આત્મા તેને કરતો નથી. શબ્દ થાય છે તે ભાષાવર્ગણામાંથી થાય છે. આત્માના વિકલ્પથી ભાષા થાય છે-એમ તો નથી; પણ હોઠ ચાલે છે માટે ભાષા થાય છે એમ પણ નથી; કેમકે શબ્દ ભાષાવર્ગણામાંથી થાય છે અને હોઠ આદિ આહારવર્ગણામાંથી થાય છે. દરેક વર્ગણા ભિન્ન ભિન્ન છે. આહારવર્ગણાના કારણે ભાષા નથી. હોઠ હુલ્યો માટે ભાષા થઈ નથી. કાળદ્રવ્યનું લક્ષણ વર્તના હેતુ છે, તેમ દરેક દ્રવ્યનો સ્વકાળ તે તેની વર્તના છે. દરેક દ્રવ્યમાં વર્તન છે તેમાં કાળ નિમિત્તમાત્ર છે. તે સમયે સમયે પોતાના સ્વકાળથી પરિણમી રહ્યાં છે. જે કાળે દ્રવ્યની પર્યાય પોતપોતાના કારણે થાય છે તે વખતે બીજો પદાર્થ નિમિત્તમાત્ર છે.
વળી ઇચ્છા થઈ માટે આત્મા અહીં આવેલ છે એમ પણ નથી; કેમકે ઇચ્છા ચારિત્રગુણની પર્યાય છે અને આત્માનું ક્ષેત્રમંતર થવું તે ક્રિયાવતી શક્તિના કારણે છે. ભગવાન કહે છે કે તારી શુદ્ધતા તો બડી છે, પણ તારી અશુદ્ધતા પણ મોટી છે. એને ફેરવવા કોઈ તીર્થંકરની પણ તાકાત નથી. જીવને ઇચ્છા હોય પણ શરીરમાં પક્ષઘાત થયો હોય શરીર ચાલે નહિ, માટે એવો નિર્ણય કરવો કે ઈચ્છાના કારણે આત્માનું ક્ષેત્રાંતર થતું નથી. સર્વગુણ અસહાઈ છે. સદુપદેશ મળે તો પરિણામ ફરી જાય અને અસત્-ઉપદેશ મળે તો હલકા પરિણામ થાય-એમ નથી. કોઈના પરિણામ ઉપદેશના કારણે ફરતા નથી. માટે નિશ્ચયનો આવો ઉપદેશ મળશે તો વ્યવહારના શુભભાવ પણ કોઈ કરશે નહિ એવી માન્યતા ભ્રમ છે. બ્રહ્મવિલાસમાં કહ્યું છે કે:
जो जो देखी वीतरागने. सो सो होसी वीरा रे
अणहोसो कबहु न होगी, काहे होत अधीरा रे' શ્રી સમયસારના સર્વવિશુદ્ધ અધિકારમાં કહેલ છે કે “શાસ્ત્ર કિંચિત્માત્ર પણ જાણતું નથી.' અને આત્મામાં કિંચિત્માત્ર પણ અજ્ઞાન રહે એમ નથી. આત્માનો સ્વભાવ તો સર્વજ્ઞ એટલે સર્વને જાણવાનો છે. શાસ્ત્રમાં લખાણ તો અનેક પ્રકારના આવે પણ એનો આશય સમજવો જોઈએ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com