________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો
અંતરતત્ત્વજ્ઞાન થયું નથી ને પ્રતિજ્ઞા લઈને બેસી જાય છે, તે પરમાર્થને પામતા નથી. લોકો પાસેથી માન કેમ મળે એવી કષાયની વાસના તેને હોય છે. એક જ સિદ્ધાંત છે કે-તત્ત્વજ્ઞાન વિના યથાર્થ આચરણ હોય નહિ. તેથી તત્ત્વજ્ઞાન વગર અંતરમાં કષાય થયા વિના રહે નહિ. પ્રતિમા લે અને પછી શ્રાવકો પાસેથી માન ને આહાર-પાણી આદિની માગણી કરે, મિજાજ કરે, તે કષાયની વાસનાવાળો મિથ્યાદષ્ટિ છે. તેને વ્રતાદિ યથાર્થ હોતાં નથી. તે જીવ પ્રતિજ્ઞા લીધી હોય તે પૂર્ણ કરવા માટે આકુળવ્યાકુળ થાય છે. કોઈ તો ઘણા ઉપવાસ આદરી બેઠા પછી, પીડાથી દુ:ખી થતા રોગીની માફક કાળ ગુમાવે છે, પણ ધર્મસાધન કરતા નથી. તો પ્રથમથી જ સાધી શકાય તેટલી જ પ્રતિજ્ઞા કેમ ન લઈએ ? પરિષહ સહન ન થઈ શકે, પાણીની તરસ લાગી હોય, પછી એને બદલે છાશનાં અને પાણીનાં પોતાં ગળે મૂકે; ઘીની બાધા લઈને બેસે અને એને બદલે ઉદ્યમ કરીને બીજી અનેક સ્નિગ્ધ ચીજો વાપરે-આવી પ્રતિજ્ઞા યથાર્થ નથી.
૧૯૨ ]
એક પદાર્થ છોડીને બીજાનો અતિ લોલુપભાવ કરે છે તે તો તીવ્ર કષાયી છે; અથવા તો પ્રતિજ્ઞાનું દુઃખ સહન ન થાય ત્યારે પરિણામ લગાવવા માટે તે અન્ય ઉપ૨ કરે છે; જેમકે ઉપવાસ કરી પછી ગંજીપા, સોગઠાબાજી રમવા મંડી પડે, કોઈ સૂઈ રહે છે, એમ કોઈ પણ પ્રકારથી વખત પૂરો કરે છે. એ પ્રમાણે અન્ય પ્રતિજ્ઞામાં પણ સમજવું. આ કાંઈ યથાર્થ આચરણ નથી. સ્વભાવદષ્ટિ કરીને આત્મામાં લીન થવું તે યથાર્થ આચરણ છે.
અથવા કોઈ પાપી એવા પણ છે કે પહેલા તો પ્રતિજ્ઞા કરે પણ પછી તેનાથી દુ:ખી થાય ત્યારે તેને છોડી દે. પ્રતિજ્ઞા લેવી-મૂકવી એ તેને ખેલમાત્ર છે, પણ પ્રતિજ્ઞા ભંગ કરવાનું તો મહાપાપ છે. એ કરતાં તો પ્રતિજ્ઞા ન લેવી જ ભલી છે. એ પ્રમાણે પહેલાં તો વિચાર સિવાય પ્રતિજ્ઞા કરે અને પાછળથી છોડી દે; તેને પ્રતિજ્ઞા કહેવાય નહિ. પ્રતિજ્ઞા પ્રાણ જાય તો પણ છોડે નહિ. જેને તેને દીક્ષા આપી દે અને પછી પાછા છોડી દે. એ તો રમતમાત્ર પ્રતિજ્ઞા છે. તે તીવ્ર મિથ્યાદષ્ટિ છે.
વ્રતીસંમેલન થાય અને ત્યાગીઓ ભેગા થાય, પછી ત્યાં ઉતાવળ કરીને પડિમા લે ને ક્ષુલ્લક થઈ જાય; પછી છેલ્લી અવસ્થામાં મરણસમયે લંગોટી છોડી દેવી એટલે આચરણ પૂર્ણ કર્યું માને. પ્રતિજ્ઞા ભંગનું મોટું પાપ છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com