________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો ]
[૧૯૧
ચૈત્ર સુદ ૭ શનિવાર ૨૧-૩-૫૩ આજે સવારે જન્મકલ્યાણક હોવાથી પ્રવચન બંધ હતું
- વીર સં. ૨૪૭૯ ચૈત્ર સુદ ૧૧ ગુરુવાર તા. ૨૬-૩-૫૩
તત્ત્વજ્ઞાન વિના સર્વ આચરણ મિથ્યા છે આ સાતમા અધિકારમાં જેને વ્યવહાર શ્રદ્ધા જ્ઞાન હોય, શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય એવા જીવો પણ મિથ્યાદિષ્ટ હોય છે, એની વાત કહેલ છે. જેઓને તત્ત્વનું જ્ઞાન નથી તેને યથાર્થ આચરણ નથી એમ કહે છે. આચરણ યથાર્થ હોય નહિ અને માને કે અમને ચારિત્ર છે, તપ છે, એને મિથ્યાત્વ રહે છે. જુઓ, અહીં તત્ત્વજ્ઞાન એટલે ભાવનું ભાન થવું જોઈએ એમ કહેલ છે. માત્ર શાસ્ત્રજ્ઞાનની વાત નથી. શાસ્ત્રનું જ્ઞાન હોવા છતાં તત્ત્વજ્ઞાનપૂર્વક ભાવના ભાસન વિના જૈનમાં હોવા છતાં તે મિથ્યાદષ્ટિ છે.
સમ્યગ્દષ્ટિ પ્રતિજ્ઞા કરે છે તે તત્ત્વજ્ઞાનપૂર્વક કરે છે. મિથ્યાદષ્ટિ જેમ ઉતાવળ કરીને જ્ઞાની પ્રતિજ્ઞા લેતા નથી. સ્વરૂપના આચરણનો કણ-શાંતિનો કણ પ્રગટ થયો હોય છે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈને પ્રતિજ્ઞા કરે છે. કાળ કેવો છે? હઠ વગર, આક્ષેપ વગર, પરના દોષ જોયા વગર, પોતાના પરિણામ જોઈને પોતાની યોગ્યતા દેખાય તે પ્રમાણે સમ્યગ્દષ્ટિ પ્રતિજ્ઞા અને પચ્ચખાણ કરે છે.
કેટલાક જીવો પ્રતિજ્ઞા લઈને બેસે, પણ અંતરમાં તત્ત્વજ્ઞાન તો છે નહિ, તેથી અંતરમાં કષાયની વાસના એને મટતી નથી. સ્વાભાવિકપણે જ્ઞાતાદાપણે રહેતાં, રાગનો અભાવ થતાં જેટલી શાંતિ પ્રગટે તે પચ્ચખાણ અને પ્રતિજ્ઞા છે. મોટી પ્રતિજ્ઞા ધારણ કરી બેસે પણ અંતરમાંથી કષાયની વાસના છૂટી હોતી નથી, અમે પ્રતિજ્ઞા કરી અને અમને માન આપતા નથી, અમને બરાબર આહાર-પાણી આપતા નથી-એમ કષાયની વાસના છૂટતી નથી તે મિથ્યાદષ્ટિ છે. તેનું બધું આચરણ મિથ્યા છે. શ્રીમદ રાજચંદ્ર કહ્યું છે કે
“લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ચહ્યું વ્રત અભિમાન, રહે નહિ પરમાર્થને, લેવા લૌકિક માન.”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com