________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો ]
[ ૧૮૯
સમ્યગ્દષ્ટિ નામ પામે છે. માટે પહેલાં તત્ત્વજ્ઞાનનો ઉપાય કરવો. આત્મા જ્ઞાયકમૂર્તિ છે. તેના આશ્રયે રાગાદિ છૂટે છે એમ માને અને જે થવાનું હોય તે થાય છે એમ માને તો પરદ્રવ્યના કર્તાપણાનું અભિમાન છૂટયા વિના રહે નહિ. કોઈ એમ કહે કે અમે છીએ તો તમોને જ્ઞાન થાય છે, તો એ વાત ખોટી છે. દરેક દ્રવ્યની જે પર્યાય થવાની તે થવાની. તેને બીજો કાંઈ કરી શકે નહિ. એમ માને તે સાચો પંડિત છે. સર્વજ્ઞે જોયું છે માટે દ્રવ્યની પર્યાય થાય છે એમ નથી, પણ જેવી પર્યાય થાય છે એવી સર્વજ્ઞે દેખી છે. આવું જાણે નહિ, તત્ત્વજ્ઞાનનો ઉપાય કરે નહિ અને ક્રિયાકાંડ કરે તો તે મિથ્યાચારિત્ર છે.
*
વીર સં. ૨૪૭૯ ચૈત્ર સુદ ૬ શુક્રવાર તા. ૨૦-૩-૫૩ સમ્યગ્દર્શન ભૂમિ વિના વ્રતરૂપી વૃક્ષ ન થાય
શ્રી યોગેન્દ્રદેવકૃત શ્રાવકાચારમાં પણ કહ્યું છે કેઃ
दंसणभूमिह बाहिरा जिय वयरुक्ख ण होंति ।
3
અર્થ:- હે જીવ! આ સમ્યગ્દર્શનભૂમિ વિના વ્રતરૂપી વૃક્ષ ન થાય.
ભાવાર્થ:- જે જીવોને તત્ત્વજ્ઞાન નથી તેઓ યથાર્થ આચરણ આચરતા નથી. એ જ અહીં વિશેષ દર્શાવીએ છીએ.
આત્મા ૫૨૫દાર્થનો કર્તા-હર્તા નથી, પણ પરની ક્રિયા થાય છે એમાં નિમિત્ત તો છે ને? એમ નિમિત્તદષ્ટિવાળા મિથ્યાદષ્ટિ કહે છે. બના૨સીદાસજી કહે છે કે ‘સર્વ વસ્તુ અસહાઈ છે.' તો નિમિત્ત આવ્યું માટે વસ્તુ પરિણમી એમ છે જ નહિ. કષાયની મંદતાથી સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટે છે એમ અજ્ઞાની માને છે. પુણ્ય તે પણ પાપ છે. એમ યોગીન્દ્ર દેવ કહે છે. પાપને તો સૌ પાપ કહે, પણ સમ્યગ્દષ્ટિ જીવ પુણ્યપરિણામને પણ પાપ કહે છે. આત્મા શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છે. એમાં જેટલા અંશે રાગની ઉત્પત્તિ થાય તેને ભગવાન હિંસા કહે છે, માટે તે પાપ છે. દયાના જે શુભ પરિણામ થાય છે તેને વ્યવહારે અહિંસા કહેવાય છે. કષાયની મંદતાના પરિણામને સમ્યગ્દષ્ટિ ઝેર માને છે. શુભપરિણામ નિશ્ચયથી હિંસા કહેવાય છે.
સત-આચાર એટલે ભગવાન આત્મા સત્ છે, એનું ભાન કરીને અંતર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com