________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૨]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો રાગ સહિતના નવતત્ત્વની વાત કરી છે.
એકરૂપ સ્વભાવની પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે. પર્યાયમાં સાતતત્ત્વના ભાવનું ભાસન થયું તે સમ્યજ્ઞાન છે. તેવા સમ્યજ્ઞાન સહિત સમ્યગ્દર્શનની અહીં મોક્ષમાર્ગ પ્રકાશકમાં તથા તત્ત્વાર્થસૂત્રમાં વાત છે. સાત તત્ત્વનું ભાસન થવું તે જ્ઞાનપ્રધાન કથન છે. જ્ઞાન સાતને યથાર્થ જાણે છે છતાં તેમાં રાગ નથી. ત્રીજા બોલમાં વિકલ્પ રહિત ભેદજ્ઞાન કહ્યું તે પરથી ભેદ પાડવાની અપેક્ષાએ વાતે છે, ને ચોથા બોલમાં પોતાના જ્ઞાનના સામર્થ્યથી સાતે તત્ત્વોનું ભાન થાય છે તે એકરૂપ છે. સમયસારમાં સમ્યગ્દર્શનની વ્યાખ્યા દર્શનપ્રધાનથી છે. વળી વ્યવહારદષ્ટિથી સમ્યગ્દર્શનના નિઃશંકિત, નિઃકાંક્ષિત આદિ આઠ અંગ કહ્યા તેને તે પાળે છે પણ તે તો શુભરાગ છે, ધર્મ નથી. આઠ અંગ પાળે તો પણ વ્યવહારાભાસી છે.
વીર સં. ૨૪૭૯ ફાગણ વદ ૧૩ શુક્રવાર તા. ૧૩-૩-પ૩ સમ્યગ્દર્શન વિના એકલો વ્યવહાર નકામો છે જેને કુવાદિની શ્રદ્ધા છે ને વ્યવહાર સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની ખબર નથી તે તો ગૃહીત મિથ્યાષ્ટિ છે. જે સર્વજ્ઞદેવ, નિગ્રંથ ગુરુ ને અનેકાંત બતાવનાર શાસ્ત્રની શ્રદ્ધા કરે ને કુદેવાદિની શ્રદ્ધા છોડ તથા કુદેવાદિને માનવાવાળાની શ્રદ્ધા છોડ, આઠ મદ ન કરે, આઠ આચાર પાળે ને દેવ-ગુરુ-લોક મૂઢતા-એમ પચીસ મળનો ત્યાગ કરે તેને તે રાગ હોવાથી, ધર્મ નથી. જેને પચીસ દોષનો ત્યાગ નથી તે તો ગૃહીત મિથ્યાષ્ટિ છે. અહીં તો કહે છે કે જેને ગૃહીત મિથ્યાદર્શન ટળ્યું છે, પણ અંતર સ્વભાવનું ભાન નથી તે વ્યવહારાભાસી મિથ્યાદષ્ટિ છે. વ્યવહાર પચીસ દોષ ટાળવા છતાં યથાર્થ તત્ત્વાર્થશ્રદ્ધાન નથી. તત્ત્વાર્થશ્રદ્ધાનમાં ભાવભાસન થવું જોઈએ. વળી સંવેગાદિ ધારણ કરે, દેવીઓ આવે તોપણ ચળે નહિ, ભગવાનની ભક્તિ માટે માથાં આપે,–તો પણ તે શુભરાગ છે. પરંતુ જેમ બીજ વાવ્યા વિના ખેતરની સાવધાની કરવા છતાં, અનાજ થતું નથી, ખેતર સાફ કરે પણ બીજ ન વાવે તો પાક ઊગતો નથી; એમ પચીસ દોષનો ત્યાગ કરે, સંવેગાદિનું પાલન કરે, તે ક્ષેત્રશુદ્ધિ છે; છતાં આત્મભાનરૂપ બીજ વિના એકલી ક્ષેત્રશુદ્ધિ નકામી છે. તે વ્યવહાર આચારનું ફળ સંસાર છે. જે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com