________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૨ ]
| [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો કરતો નથી તેનું અહીં વર્ણન છે; પણ સમ્યગ્દર્શન કોના નિમિત્તે થાય છે એ વાત અહીં કહેવી નથી. નિયમસાર ગાથા પ૩ માં કહ્યું છે કે સમ્યગ્દર્શન પામવામાં પ્રથમ નિમિત્ત યથાર્થ જ્ઞાનીનો જ ઉપદેશ હોય છે. શ્રીમદ્ પણ કહ્યું છે કે
“બૂઝી ચહત જો પ્યાસકો હૈ બૂઝનકી રીત, પાવે નહિ ગુરુગમ વિના, એહી અનાદિસ્થિત.”
વીર સં. ૨૪૭૯ ચૈત્ર સુદ ૨ મંગળવાર, તા. ૧૭-૩-૫૩ દેશનાલબ્ધિમાં નિમિત્ત સમ્યજ્ઞાની જ હોય છે અજ્ઞાની મિથ્યાષ્ટિ સાત તત્ત્વનું યથાર્થ જ્ઞાન કરે નહિ અને પોતે જૈની છે એમ માને તોપણ તે જૈની નથી. મિથ્યાદષ્ટિ અજૈની છે. એવો જીવ શાસ્ત્રાભ્યાસ કરીને કદાચિત મુખથી એવો પણ ઉપદેશ કરે, કે જે ઉપદેશથી બીજા જીવો સમ્યગ્દષ્ટિ થઈ જાય છે. તેને પોતાને તો સમ્યજ્ઞાન નથી, પણ કોઈ વખતે શાસ્ત્રની વાત એવી પણ કરે છે તેના ઉપદેશથી બીજા જીવો સમ્યગ્દષ્ટિ થઈ જાય. ત્યાં સિદ્ધાંત એવો સિદ્ધ નથી કરવો કે મિથ્યાષ્ટિના નિમિત્તથી સમ્યગ્દર્શન થાય છે, પણ મિથ્યાષ્ટિના નિમિત્તથી સમ્યગ્દર્શન થાય છે, પણ મિથ્યાદષ્ટિ શાસ્ત્રનો અભ્યાસ ઘણો કરે છે છતાં તેને સમ્યજ્ઞાન નથી એ વાત સિદ્ધ કરવી છે. અજ્ઞાનીના નિમિત્તે કદી પણ કોઈ જીવ સમ્યગ્દર્શન પામે નહિ. દેશનાલબ્ધિમાં નિમિત્ત સાક્ષાત્ જ્ઞાની જ હોય છે. દેશનાલબ્ધિ જેને પ્રથમ મળી હોય એ જીવ પોતે વિચાર કરે કે આ ઉપદેશક મિથ્યાષ્ટિ છે, એને તત્ત્વનો સાચો ભાવ ભાસ્યો નથી. એમ વિચારી પોતે સમ્યગ્દષ્ટિ થઈ જાય છે. પૂર્વે કદી પણ સાંભળ્યું ન હોય, દેશનાલબ્ધિ પ્રાપ્ત થઈ ન હોય, તે જીવ મિથ્યાષ્ટિનો ઉપદેશ સાંભળીને કદી પણ સમ્યગ્દષ્ટિ થઈ શકે જ નહિ.
નિયમસારની પરમી ગાથાની સંસ્કૃત ટીકામાં કહેલ છે કે સમ્યજ્ઞાનની પ્રાપ્તિમાં સમ્યજ્ઞાની જ નિમિત્ત હોય છે. અનાદિ જૈનદર્શનમાં એવી મર્યાદા છે કે સમ્યજ્ઞાનીના નિમિત્ત વિના ત્રણ કાળમાં સમ્યગ્દર્શન થાય નહિ. જેમ ચિદાનંદના અનુભવથી જ્યારે છઠું સાતમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે ત્યારે બહારમાં શરીરની નગ્નદશા સહજ થઈ જાય છે; દ્રવ્યલિંગ-નગ્નદશાને આધીન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com