________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૦]
શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો રહેવાની પૂરી થઈ તો શરીર છૂટી જાય છે. આત્માની સ્થિતિ સ્વતંત્ર છે, આયુ કર્મ સ્વતંત્ર છે અને શરીરની પર્યાય સ્વતંત્ર છે. કોઈ કોઈને આધીન નથી. આયુકર્મ પૂરું થયું માટે આત્મા છૂટી ગયો? ના. દરેક સ્વતંત્ર છે.
અહીં કહે છે કે તત્ત્વાદિનો નિર્ણય કરે છે તે જ ધર્માત્મા પંડિત જાણવો. દ્રવ્યગુણ-પર્યાય બધું સ્વતંત્ર છે એમ સમજવું જોઈએ. આવો નિર્ણય ન કરે તો મિથ્યાષ્ટિ છે.
વીર સં. ૨૪૭૯ ચૈત્ર સુદ ૧ સોમવાર, તા. ૧૬-૩-૫૩
ચારે અનુયોગના અભ્યાસનું પ્રયોજન પ્રતિમાની સ્થાપના આદિ કરે તેને પુર્ણ થાય છે,-એમ નિમિત્તનું કથન કરીને શાસ્ત્રોમાં શુભ પરિણામનું વર્ણન કર્યું છે. પણ એનાથી ધર્મ થાય છે એમ નથી. નિર્દોષ આહાર કરવાથી સંવર-નિર્જરા થાય છે અને સદોષ આહાર કરવાથી પાપ થાય છે,-એમ કોઈ કહે તો એ વાત ખોટી છે. કોઈ એમ કહે કે અનુકંપાબુદ્ધિથી અવિરતિને આહાર આપે તો પાપભાવ છે, એ વાત પણ ખોટી છે; કેમકે કોઈ અનુકંપાથી આહાર આપે તો પુણ્યબંધ થાય છે, એને પણ તે સમજતો નથી; અને ચરણાનુયોગમાં એવા શુભભાવનું કથન કર્યું હોય તેને ધર્મ માને તો તે પણ મિથ્યાદષ્ટિ છે. પુણ્ય-પાપના સ્વરૂપને તે સમજતો નથી.
- કરણાનુયોગમાં માર્ગણાસ્થાન વગેરેનું વર્ણન કર્યું છે. ત્યાં ભેદથી-કથન કર્યું હોય છે. તે ભેદને સમજીને અભેદદષ્ટિ કરવી તે કરણાનુયોગનું પ્રયોજન છે. તેને સમજે નહિ ને એકલો ભેદમાં અટકે તો તે મિથ્યાદષ્ટિ છે. દ્રવ્યસંગ્રહની ટીકામાં કહેલ છે કે હાથની ક્રિયા આત્મા ત્રણ કાળમાં કરી શકતો નથી. જ્ઞાનાવરણીય કર્મના કારણે જ્ઞાનની પર્યાય અટકે છે,-એમ નથી. સમયસારમાં કહેલ છે કે ચૌદ ગુણસ્થાનનું ભેદથી કથન કર્યું છે તે પણ આત્માનું સ્વરૂપ નથી.
દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરીને, એકાંત આત્મા શુદ્ધ જ છે અને પર્યાયમાં વિકાર જ નથી-એમ માને તો તે દ્રવ્યાનુયોગના પ્રયોજનને સમજતો નથી. પ્રથમ આત્માનું યથાર્થ સ્વરૂપ સમજ્યો હોય, પછી તેને વિશેષ સ્થિરતા થાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com