________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[૧૭૯ નિમિત્ત કહેવાય છે. માટીમાં પ્રદેશત્વગુણ છે. તેના કારણે તેની આકારરૂપ અવસ્થા થઈ જાય છે. તેવી જ રીતે આત્માનો આકાર શરીરના કારણે નથી. શરીર સ્કૂલ આવ્યું માટે આત્માનો આકાર સ્થૂલ થયો એમ છે નહિ. આત્મા અને શરીરનો આકાર સ્વતંત્ર છે. શરીર દુબળું થતાં આત્માના પ્રદેશો પણ સંકોચ પામે છે. ત્યાં આત્મા પોતાના કારણે સ્વયં સંકોચ પામે છે. ચાલુ દેશભાષામાં પણ આવા સિદ્ધાંતો સમજી શકાય છે.
પ્રશ્ન:- એમ છે તો હવે સાદી ભાષારૂપ ગ્રંથ કેમ બનાવો છો?
સમાધાનઃ- કાળદોષથી જીવોને મંદ બુદ્ધિ છે. જીવોની પોતાની યોગ્યતા છે, તેમાં કાળને નિમિત્ત કહેવાય છે. પંચમકાળ છે માટે કેવળજ્ઞાન નથી –એમ નથી. પોતાના કારણે કેવળજ્ઞાન થતું નથી તો કાળને નિમિત્ત કહેવાય છે. અજ્ઞાની સમજતો નથી ને કાળ ઉપર દોષ નાખે છે. જ્ઞાનાવરણીય કર્મને લીધે જ્ઞાનહીશું પડયું એમ તે કહે છે; પણ પોતાના કારણે જ્ઞાનહીણું કરે છે તો જ્ઞાનાવરણીયને નિમિત્ત કહેવાય છે. જ્ઞાનાવરણીય કર્મની પર્યાય જ્ઞાનને કદી અડતી નથી. દરેક પદાર્થ પોતામાં સમયે સમયે કાર્ય કરે છે. કાળ અચેતન છે. કાળ બીજાને પરિણમાવતો નથી. જો કાળ પરને પરિણમાવે તો નિગોદના જીવને સિદ્ધદશારૂપ કરી આપવા જોઈએ, પણ એમ થતું નથી. નિગોદ પોતાના કારણે નિગોદદશારૂપે પરિણમે છે, તો કાળ નિમિત્ત છે. સિદ્ધ બિરાજે છે તે ક્ષેત્રે નિગોદ પણ છે. તે દરેકનું પરિણમન સ્વતંત્ર છે. કાળે શું કર્યું? જે જીવ પોતાના કારણે જેવી અવસ્થા કરે છે તેનો આરોપ કાળ ઉપર આવે છે. અત્યારે જીવો મંદબુદ્ધિવાળા છે. જેટલું જ્ઞાન થશે. તેટલું તો થશે એવો અભિપ્રાય વિચારી મોક્ષમાર્ગ પ્રકાશકરૂપ ભાષા ગ્રંથ કરીએ છીએ. જે વ્યાકરણ આદિનો અભ્યાસ ન કરી શકે તેણે સુગમ શાસ્ત્રો વાંચવા. જે કેવળ શબ્દોના અર્થ માટે વ્યાકરણાદિ અવગાહે છે તેને પંડિતપણાનું અભિમાન છે તથા કેવળ વાદવિવાદ માટે અવગાહે છે તેને લૌકિક પ્રયોજન છે. ચતુરાઈ બતાવવા ભણે તો તેમાં આત્માનું હિત નથી. વ્યાકરણ ન્યાય આદિનો બને તેટલો થોડો ઘણો અભ્યાસ કરી આત્મહિત માટે તત્ત્વોનો નિર્ણય કરે તે જ ધર્માત્મા પંડિત જાણવો. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. કોઈ કોઈને ઉપકારી નથી-એમ સમજવું જોઈએ. તત્ત્વાર્થ સૂત્રમાં એક સૂત્ર આવે છે કે પુદગલ આત્માને સુખદુ:ખમાં ઉપકાર કરે છે. તેનો અર્થ એ છે કે આત્મા પોતામાં સુખદુ:ખ ઉત્પન્ન કરે છે. તો પુદગલને નિમિત્ત કહેવાય છે. વળી કહ્યું છે કે પુદગલ મરણમાં ઉપકાર કરે છે. આત્માની સ્થિતિ શરીર સાથે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com