________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો ]
[૧૭૭ પોતે છે, તેનો નિર્ણય સુગમ શાસ્ત્રધારા કરવો. મોક્ષમાર્ગપ્રકાશક આદિ સુગમ શાસ્ત્ર છે. તેનો અભ્યાસ કરવો. સંસ્કૃત વ્યાકરણ આદિ ભણતાં ભણતાં આયુષ્ય પૂર્ણ થઈ જાય તેમ ન કરવું. પ્રયોજનભૂત વાતનો અભ્યાસ કરવો જોઈએ. તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ ન બને એમ ન કરવું. અહીં તત્ત્વજ્ઞાન શબ્દ લીધેલ છે કેમ કે તત્ત્વાર્થ શ્રદ્ધાન સમ્યગ્દર્શન છે. સાત તત્ત્વ ભિન્ન ભિન્ન છે એમ જાણવું જોઈએ.
દયાદાનાદિ પરિણામ ચૈતન્યના પરિણામ છે. પર્યાયદષ્ટિએ તેનો જીવની સાથે અનિત્યતાદાભ્ય સંબંધ છે. દ્રવ્યદષ્ટિએ તે જીવના નથી, કારણ કે જીવમાંથી નીકળી જાય છે. આમ સમજવું જોઈએ. એમ ન સમજે તો વ્યાકરણ આદિનો અભ્યાસ વ્યર્થ છે.
પ્રશ્ન- તો વ્યાકરણ આદિનો અભ્યાસ ન કરવો?
ઉત્તર- એના અભ્યાસનો નિષેધ નથી. પણ તત્ત્વજ્ઞાનનો અભ્યાસ ન થઈ શકે એકલો વખત એમાં ગાળવો નહિ.
પ્રશ્ન- મહાગ્રંથ એવા શાથી કર્યા કે જેના અર્થે વ્યાકરણાદિ વિના ખુલે નહિ? ભાષા વડે સુગમરૂપ હિતઉપદેશ કેમ ન લખ્યો? સાદી ભાષામાં લખવું હતું.
સમાધાન- ભાષામાં પણ પ્રાકૃત, સંસ્કૃતાદિકના જ શબ્દો છે; તે અપભ્રંશ સહિત છે, જુદા જુદા દેશમાં જુદી જુદી ભાષા છે. મહાન પુરુષો અપભ્રંશ કેમ લખે? બાળક તોતડું બોલે પણ મોટા તો તોતડું ન બોલે. વળી હિન્દી ભાષા, કાનડી ભાષાવાળા ન સમજે; એક બીજા એક બીજાની ભાષા ન સમજે, એટલા માટે, પ્રાકૃત, સંસ્કૃતાદિ શુદ્ધ શબ્દ રૂપ ગ્રંથ રચ્યા, તથા વ્યાકરણ વિના શબ્દનો અર્થ યથાવત્ ભાસે નહિ, તથા ન્યાય વિના લક્ષણ, પરીક્ષા ન હોય. વ્યાકરણ વિના અર્થ ન જાણે તેટલા માટે અભ્યાસ કરવા કહ્યું છે. ભાષામાં પણ તેનો થોડી ઘણી આમ્નાયનો પોતાની મેળે જ ઉપદેશ થઈ શકે છે, પણ તેની ઘણી આમ્નાયથી બરાબર નિર્ણય થઈ શકે છે.
રાગાદિ પર્યાયમાં થાય છે પણ તે આત્મામાંથી નીકળી જાય છે. માટે જીવનું સ્વરૂપ નથી. જ્ઞાનાદિ જીવનો સ્વભાવ છે. પાણી પદાર્થ છે તે પોતાના કારણે ગરમ થાય છે. તો અગ્નિને નિમિત્ત કહેવાય. એવા ન્યાય સાદી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com