________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[૧૮૩ ભાવલિંગ-મુનિદશા નથી, પણ એવો સહજ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોય છે; તેમ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરનાર જીવને સમ્યગ્રજ્ઞાની જ નિમિત્ત હોય છે, પણ નિમિત્ત આધીન સમ્યગ્દર્શન છે-એમ નથી.
દ્રવ્યલિંગ હોય અને ભાવલિંગ ન હોય એમ બને, પણ ભાવલિંગ હોય ત્યાં દ્રવ્યલિંગ ન હોય એમ કદી ન બને. દેશનાલબ્ધિ પ્રાપ્ત થઈ હોય અને સમ્યગ્દર્શન ન હોય એમ બને, પણ સમ્યગ્દર્શન જેને હોય તેને પહેલાં દેશનાલબ્ધિ ન મળી હોય-એમ કદી ન હોય; છતાં દેશનાલબ્ધિમાં નિમિત્ત સમ્યજ્ઞાની જ હોય છે;એવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોય છે. પહેલાં દેશનાલબ્ધિ મળી હોય અને પછી ઘણે કાળે પોતે પોતાથી વિચાર કરીને સમ્યગ્દર્શન પામે એને નિસર્ગ સમ્યગ્દર્શન કહે છે. અધિગમ કે નિસર્ગ કોઈ પણ સમ્યગ્દર્શનમાં નિમિત્તરૂપે પ્રથમ સમ્યજ્ઞાની મળ્યા ન હોય, એમ કદી બને નહિ; છતાં એ બન્ને પ્રકારનાં સમ્યગ્દર્શનમાં નિમિત્તના કારણે સમ્યગ્દર્શન થાય છે-એમ નથી.
અહીં તો કહે છે કે મિથ્યાદષ્ટિ એવો ઉપદેશ આપે કે એના નિમિત્તથી બીજા જીવ સમ્યગ્દષ્ટિ થઈ જાય. અહીં એ વાત સિદ્ધ કરે છે કે મિથ્યાષ્ટિએ શાસ્ત્રાભ્યાસ કરીને એટલી ધારણા કરી હોય છે કે બીજો જીવ પોતે પૂર્વે સમ્યજ્ઞાની પાસે સાંભળ્યું હોય તેને યાદ કરીને સમ્યગ્દષ્ટિ થઈ જાય. ત્યારે આ નિમિત્ત છે. એટલી ધારણા તેને થાય છે. છતાં તે મિથ્યાષ્ટિ રહે છે. મિથ્યાષ્ટિના નિમિત્તે પણ સમ્યગ્દર્શન થાય છે. એમ અહીં કહેવું નથી.
અનંત વાર ભગવાનના સમવસરણમાં ગયો, અનંતવાર દ્રવ્યલિંગ પણ ધારણ કર્યું. પણ પોતે કોણ અને પર કોણ એવું યથાર્થ જ્ઞાન કરીને પરાધીન દષ્ટિ છોડી નહીં. નિશ્ચય આત્મસ્વભાવને ન જાણ્યો તો વ્યવહાર પણ સાચો કહેવાતો નથી. કાર્ય પ્રાપ્ત થયું નહીં તો કારણ પણ સાચું પ્રાપ્ત થયું કહેવાય નહિ. કાર્ય થયું તો કારણ કહેવાય છે. દરેક પદાર્થનું સ્વતંત્ર પરિણમન થઈ રહ્યું છે. તેથી આત્મામાં દર્શન નામનો ગુણ છે તેમાંથી સમ્યગ્દર્શનરૂપ પર્યાય પ્રગટ થાય છે, પણ નિમિત્તના કારણે સમ્યગ્દર્શન પ્રગટતું નથી. આત્માના શ્રદ્ધાન ગુણની વિપરીત પર્યાય તે મિથ્યાત્વ છે. સવળી પર્યાય તે સમ્યકત્વ છે.
આત્મા પોતે પુરુષાર્થથી સમ્યકત્વની પ્રાપ્તિ કરે છે, ત્યારે પાંચ સમવાય હોય છે, પુરુષાર્થ, સ્વભાવ, કાળ, નિયત અને કર્મનો અભાવ એ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com