________________
Version 001: remember to check hîřp://www.AfmaDharma.com for updates
(૮)
સમ્યક્ ચારિત્ર અર્થે થતી પ્રવૃત્તિમાં અયથાર્થતા
હવે વ્યવહા૨ાભાસી જીવને સમ્યક્ચારિત્ર અર્થે કેવી પ્રવૃત્તિ છે તે કહીએ છીએ. શુદ્રના હાથનું પાણી પીએ છે કે નહિ? શુદ્ધ આહાર લે છે નહિ? એમ બાહ્યક્રિયા ઉપર જ જેની દૃષ્ટિ છે, પણ પોતાના પરિણામ સુધરવા-બગડવાનો તો વિચાર નથી તે મિથ્યાજ્ઞાની-મિથ્યાચારિત્રી છે. જો પરિણામોનો પણ વિચાર થાય તો જેવો પોતાનો પરિણામ થતો દેખે તેના જ ઉ૫૨ દષ્ટિ રહે છે, પણ તે પરિણામોની પરંપરા વિચારતાં અભિપ્રાયમાં જે વાસના છે તેને વિચારતો નથી, અને ફળ તો અભિપ્રાયમાં વાસના છે તેનું લાગે છે.
કષાયમંદતાથી ધર્મ થાય છે એવી વાસના મિથ્યાદષ્ટિને છૂટતી નથી. કષાયની મંદતા રહી માટે શુદ્ધ આહાર આવ્યો, અને શુદ્ધ આહાર આવ્યો માટે મારું મન શુદ્ધ રહ્યું એવી વાસના એને છૂટતી નથી. જેમ કસ્તુરીની ગંધ ચોપડાના પાને પાને લાગી જાય તેમ બાહ્યક્રિયાથી પરિણામ સુધરે છે અને મંદકષાય થાય છે, માટે ધર્મ થાય છે એવી વાસના અજ્ઞાનીને છૂટતી નથી. અશુભ પરિણામ થયા માટે અશુદ્ધ આહાર આવ્યો અને શુદ્ધ આહાર લીધો માટે પરિણામ સુધર્યા–એમ નથી.
*
વી૨ સં. ૨૪૭૯ ચૈત્ર સુદ ૫ ગુરુવાર, તા. ૧૯-૩-૫૩
અહીં વ્યવહા૨ાભાસી મિથ્યાદષ્ટિની સમ્યક્ચારિત્ર અર્થે કેવી પ્રવૃત્તિ હોય છે તેનું વર્ણન ચાલે છે. કોઈ પણ આત્મા પર જીવની દયા પાળી શકતો નથી. કેમકે પર જીવની પર્યાય પરથી થાય છે. નિશ્ચયથી કે વ્યવહારથી કોઈ પણ રીતે પરની દયા આત્મા પાળી શકે નહિ. આત્મામાં દયાના પરિણામ થાય છે એના કારણે પર જીવ બચતો નથી. દયાના શુભ પરિણામ થયા એ પણ ધર્મ નથી. છતાં અજ્ઞાનીની બાહ્ય ક્રિયા ઉપર દૃષ્ટિ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com