________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો પાંચે સમવાય એક સમયમાં હોય છે. જેમ કોઈ બાળક સ્ત્રીનો સ્વાંગ કરી એવું ગાયન કરે કે જે સાંભળીને અન્ય પુરુષ-સ્ત્રી કામરૂપ થઈ જાય, પણ આ તો જેવું શીખ્યો તેવું કરે છે; પરંતુ તેનો ભાવ કાંઈ તેને ભાસતો નથી. તેથી પોતે કામાસક્ત થતો નથી. સ્ત્રીનો વેશ ધારણ કરે પણ એને અંતરમાં કાંઈ હોય નહિ. તેમ અજ્ઞાની જેવું શીખ્યો તેવું બોલે પણ એને પોતાને મર્મ ભાસતો નથી. જો પોતાને એનું શ્રદ્ધાન થયું હોત તો અન્ય તત્ત્વનો અંશ અન્યતત્ત્વમાં મેળવત નહીં. પણ તેને તેનું ઠેકાણું નથી.
અહીં કોઈ પ્રશ્ન કરે કે:- અજ્ઞાનીને જ્ઞાન તો એટલું હોય છે; પરંતુ જેમ અભવ્યસેનને શ્રદ્ધાનરહિત જ્ઞાન હતું તેમ હોય છે?
ઉત્તર- એ તો પાપી હતો, તેને હિંસાદિપ્રવૃત્તિનો ભય ન હતો. પરંતુ કોઈ મિથ્યાદષ્ટિને શુક્લલેશ્યા હોય છે, અને તેથી રૈવેયક પણ જાય છે, પણ તેને તત્ત્વાર્થશ્રદ્ધાન સાચું થયું નથી. આત્માનું ભાવભાસન જેવું થવું જોઈએ એવું તે કરતો નથી, માટે તે મિથ્યાષ્ટિ રહે છે.
વીર સં. ૨૪૭૯ ચૈત્ર સુદ ૩ બુધવાર, તા. ૧૮-૩-૫૩ આત્મામાં ઈચ્છા થઈ માટે પૈસા આવે છે-એમ માનવામાં આવે તો આસ્રવતત્ત્વ અને અજીવતત્ત્વ એક થઈ જાય છે. બે તત્ત્વો ભિન્ન રહેતાં નથી. કર્મનો ઉદય આવ્યો તે અજીવતત્ત્વ છે. તેના કારણે વિકાર થયો એમ માનવામાં આવે તો બે તત્ત્વ ભિન્ન રહેતાં નથી. સમ્યગ્દષ્ટિ એક તત્ત્વનો અંશ બીજા તત્ત્વના અંશમાં મેળવતો નથી. આ વાત ઘણી શાંતિથી સાંભળવા જેવી છે. પ્રવચનસારમાં શ્રી કુંદકુંદાચાર્યદેવે કહ્યું છે કે જેને આગમજ્ઞાન એવું થયું છે કે જે વડે સર્વ પદાર્થોને હસ્તાકમલવતું જાણે છે, તથા એમ પણ જાણે છે કે આનો જાણવાવાળો હું છું; પરંતુ
હું જ્ઞાનસ્વરૂપ છું” એવો પોતાને પરદ્રવ્યથી ભિન્ન કેવળ ચૈતન્ય દ્રવ્ય અનુભવતો નથી, માટે આત્મજ્ઞાનશૂન્ય આગમજ્ઞાન પણ કાર્યકારી નથી. એ પ્રમાણે સમ્યજ્ઞાન અર્થ જૈનશાસ્ત્રોનો અભ્યાસ કરે છે તો પણ તેને સમ્યજ્ઞાન નથી.
આગમજ્ઞાન અનંતવાર એવું થયું કે બહારમાં કાંઈ ભૂલ દેખાય નહિ. અત્યારે તો આગમજ્ઞાનનું પણ ઠેકાણું નથી. આગમથી વિરુદ્ધ પ્રરૂપણા કરે છે તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com