________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[૧૭૫ જ્ઞાન સામર્થ્યની વાત છે. શ્રુતજ્ઞાનની પર્યાય સ્વ-પરપ્રકાશક થાય તે સાચી છે. જે પર્યાય રાગમાં અટકે તે પર્યાયજ્ઞાન નથી. એક સમયમાં જ્ઞાનપર્યાય સ્વ-પરને જાણવાની તાકાતવાળી છે–એમ નહીં માનતાં એકલા રાગને જાણે અથવા પરને જાણે તે પર્યાયજ્ઞાન નથી. શ્રીમદ્ રાજચંદ્રજીએ પર્યાયજ્ઞાન શબ્દ વાપરેલ છે. પર્યાયમાં સ્વ-પરપ્રકાશકજ્ઞાન સમ્યક્ પ્રગટ ન થાય ત્યાં સુધી પર્યાયજ્ઞાન સાચું નથી. જ્ઞાનપર્યાયનો સ્વભાવ સ્વ-પરપ્રકાશક છે. સમયસાર ગાથા ૧૫ માં કહ્યું છે કે-ભાવશ્રુતજ્ઞાન-પર્યાય સ્વસહિત પરને જાણે છેઆમ ન જાણે તે મિથ્યાદષ્ટિ છે. શાસ્ત્રાભ્યાસ પોતાના જ્ઞાન લાભ માટે છે. કેવળ બીજાને સંભળાવવા માટે નહિ
અજ્ઞાની શાસ્ત્ર શીખી જાય છે, પણ તેનું શું પ્રયોજન છે તે જાણતો નથી. શાસ્ત્ર-અભ્યાસ કરી પોતામાં ઠરવું જોઈએ એ તેનું પ્રયોજન છે, તે કરતો નથી; પણ બીજાને સંભળાવવાનો અભિપ્રાય હોય અથવા વ્યાખ્યાન શૈલી સુધરી જશે એવો અભિપ્રાય રાખે તો મિથ્યાષ્ટિ છે. ત્યાં બીજાને ઉપદેશ આપવાનો અભિપ્રાય છે. જેમ કોઈને લક્ષ્મી મળે તે વાત જીવ બહારમાં ઢંઢેરો પીટે નહિ, તોપણ તેના ખરચથી તેના ધનવાનપણાની ખબર પડી જાય છે. તેમ આત્માનું ભાન હોય તે અછતું રહેતું નથી. અજ્ઞાની તો દુનિયાને સમજાવવા જાય છે. ઘણા લોકો સમજે તો ઠીક એમ માને છે. કરોડો માણસ માને તો પોતાની વાત સાચી એમ તે માને છે. ઘણા લોકો પોતાને માને તો સંતુષ્ટ થાય છે. શું ઘણા લોકો માને તો પોતાને લાભ છે? ને કોઈ ન માને તો પોતાને ગેરલાભ છે? એમ નથી. સામેના જીવો પોતાને કારણે ધર્મ પામે છે, ને પોતામાં ધર્મ થાય છે તે પોતાના કારણે થાય છે. પોતાને રાગ થાય છે પણ રાગથી પરને કે પોતાને લાભ નથી. પોતાની પર્યાયથી પોતાને લાભ-નુકશાન પરની પર્યાયથી પોતાને લાભ-નુકશાન જરા પણ નથી-એવી તેને ખબર નથી.
ઉપદેશ આપવાથી સારા આહાર-પાણી મળશે ને સગવડ મળશે એવી દષ્ટિ ખોટી છે. તેને આત્મા ઉપર દૃષ્ટિ નથી. બીજાની પર્યાય પોતાથી થતી નથી. જ્ઞાનાભ્યાસ તો પોતાના માટે કરવામાં આવે છે. ને વિકલ્પ વખતે વાણી નીકળવાની હોય તો નીકળે. ને તેનું નિમિત્ત પામીને પરનું પણ ભલું થવાનું હોય તો થાય, પણ પોતાના ઉપદેશથી પર ધર્મ પામે એવી માન્યતા મિથ્યા છે.
બીજા ઉપદેશ સાંભળે તેથી આત્માને લાભ નથી, પણ પોતાના જ્ઞાનની નિર્મળતાથી પોતાને લાભ છે. કોઈ સાંભળે નહિ ને સમજે નહિ તો વિશાદ શા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com