________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭) સમ્યજ્ઞાન અર્થે થતી પ્રવૃત્તિમાં અયથાર્થતા શાસ્ત્રમાં શાસ્ત્રાભ્યાસ કરવાથી સમ્યજ્ઞાન થવું કહ્યું છે તેથી શાસ્ત્રાભ્યાસમાં તત્પર રહે છે. પોતાની જ્ઞાનપર્યાય શાસ્ત્રમાંથી આવે છે એમ માને છે. શાસ્ત્ર પુદ્ગલ છે, અજીવ છે, મૂર્ત છે. શાસ્ત્રના અભિપ્રાયની અજ્ઞાનીને ખબર નથી. શાસ્ત્ર ગોખી, ગોખીને મરી જાય છે, પણ શાસ્ત્રના આશયની તેને ખબર નથી; તે શાસ્ત્રનો વેદિયો છે. જ્ઞાનગુણમાંથી જ્ઞાનપર્યાય આવે છે, તેની તેને ખબર નથી. દેશનાથી મને જ્ઞાન થશે એમ માને છે. અજ્ઞાની જીવ એકલા શાસ્ત્રાભ્યાસમાં લીન-તત્પર રહે છે. જ્ઞાની શાસ્ત્ર-અભ્યાસ કરે છે, પણ એકલા શાસ્ત્ર-અભ્યાસમાં લીન નથી. તેને આત્મ-અભ્યાસમાં લીનતા વર્તે છે. અજ્ઞાની શાસ્ત્ર-અભ્યાસ કરે, શીખે, બીજાને શીખવાડ, યાદ કરી લે, પણ પ્રયોજનની ખબર નથી. રાગ શું? જડની ક્રિયા શું? તેની ખબર નથી. અજ્ઞાની કહે છે કે આવા નિમિત્તો મેળવો, આવી ક્રિયા કરો, ઈત્યાદિ વાત કરે છે પણ બધું નિશ્ચિત છે તેની તેને ખબર નથી. આત્મામાં જાણવાનો સ્વભાવ નિશ્ચિત છે ને શેય પણ નિશ્ચિત છે એમ તે જાણતો નથી. અજ્ઞાની જીવ શાસ્ત્ર વાંચવામાં જાણવામાં રોકાય છે, પણ શાસ્ત્રની પર્યાય શાસ્ત્રના કારણે નિશ્ચિત છે, ને પોતાની પર્યાય પોતાના કારણે નિશ્ચિત છે, એવું તેને ભાન નથી. શાસ્ત્ર શીખવાનું પ્રયોજન તેને પાર ન પડ્યું. શાસ્ત્ર ભણીને વાદવિવાદ કરે તે અંધા છે. પં. બનારસીદાસજી કહે છે કે
સદગુરુ કહે સહજકા ધંધા વાદવિવાદ કરે સૌ અંધા.” “ખોજી જીવે વાદી મરે.'
સત્યનો શોધક ધર્મ-જીવન પામશે ને વાદ-વિવાદ કરશે તે સંસારમાં રખડશે. શાસ્ત્રનું પ્રયોજન તો પોતાના જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરવાનું છે; તે કરતો નથી. આદિપુરાણમાં કહ્યું છે કે તત્ત્વજ્ઞાન વિના એકલાં શાસ્ત્ર ભણે તે અક્ષરમલેચ્છ છે.
શાસ્ત્ર કહે છે કે દષ્ટિ પલટાવવી જોઈએ. પર્યાયશાન થવાની જરૂર છે. જે પર્યાય એકલું પરનું જ્ઞાન કરે છે તે પલટી સ્વનું જ્ઞાન કરે તે પર્યાયજ્ઞાન છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com