________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮ ]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો ભાષામાં પણ લખ્યા હોય તો પ્રયોજન સમજાઈ જાય છે. અગ્નિ ને પાણીના પરમાણુમાં અન્યોન્ય-અભાવ છે. અગ્નિ પાણીને અડતી નથી. અજ્ઞાની માને છે કે અગ્નિ આવી તો કપડાં બળી ગયાં-તે વાત ખોટી છે. કપડાં કપડાંના કારણે બળે છે તેમાં અગ્નિ નિમિત્ત છે. નિમિત્તનું જ્ઞાન કરાવવા વ્યવહાર કહેલ છે. વળી વ્યવહા૨થી બોલાય કે ગુરુથી જ્ઞાન થયું, પણ એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યની પર્યાયને અડતી નથી. દેશભાષામાં પણ સ્વયં ન્યાય આવી જાય છે. સાધારણ ભાષામાં પણ સહેજે આમ્નાયનો પોતાની મેળે જ ઉપદેશ થઈ શકે છે. દરેક દ્રવ્ય પોતાના અનંત ગુણોને સ્પર્શે છે, પણ ૫૨ દ્રવ્યની પર્યાયને કદી સ્પર્શતું નથી. એ મહાન ન્યાય છે. તે સમયસારમાં ત્રીજી ગાથાની ટીકામાં કહેલ છે.
દરેક પરમાણુ ને આત્મા સ્વતંત્ર છે. તો પોતાના ધર્મોને સ્પર્શે છે. પરંતુ પરસ્પર એકબીજાને સ્પર્શતાં નથી. કપડાના દરેક પરમાણુ અસ્તિત્વ આદિ પોતાના ગુણોને સ્પર્શે છે, પણ અગ્નિના ૫૨માણુને સ્પર્શતાં નથી. એક પરમાણુ બીજા ૫૨માણુને સ્પર્શતો નથી તે જ પ્રત્યક્ષ દેખાય છે. સંયોગ આવે તો પરિણમન થાય-એ દૃષ્ટિમાં ભૂલ છે. પ્રત્યેક આત્મા અને પરમાણુ પોતામાં પરિણમતો લોકને વિષે સર્વત્ર સુંદર છે. ભિન્ન દ્રવ્ય ભિન્ન દ્રવ્યને સ્પર્શતું નથી. કર્મ અનંતા પરમાણુઓનો સ્કંધ છે. તે આત્માને કદી સ્પર્શતો નથી. કર્મનો ઉદય જડ છે. તે આત્માને અડતો નથી.
આત્મા ઉ૫૨ જડકર્મનો પ્રભાવ નથી
પ્રશ્ન:- કર્મનો પ્રભાવ તો પડે ને?
ઉત્ત૨:- પ્રભાવ એટલે શું? એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં પ્રવેશ થાય છે? ના. એક બીજાની એકબીજામાં છાયા પડતી નથી. એક ૫૨માણુ બીજા ૫૨માણુમાં જાય છે? રૂપી પરમાણુ અરૂપી આત્માને નડે છે? ના. કર્મનો પ્રભાવ આત્મામાં માનવો તે મૂળમાં ભૂલ છે. અજ્ઞાનીને સાચી વાત સાંભળવામાં પણ કંટાળો આવે છે. બાળકને અજ્ઞાની બધાં કહે છે કે કુંભારને લીધે ઘડો થાય છે. પંડિત કહે છે કે નિમિત્ત આવે તો ઘડો થાય ને કુંભાર પણ કહે છે કે હું આવ્યો તેથી ઘડો થયો; તો એ અપેક્ષાએ બન્ને સરખા છે. કુંભારને ઘડાનો કર્તા કહેવો તે નયાભાસ છે. પંચાધ્યાયીમાં તે વાત લખી છે. કુંભાર ઘડાને કાંઈ કરતો નથી. માટી પોતાના કા૨ણે વિશેષરૂપ પરિણમે, ત્યારે કુંભારને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com