________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬ ]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો માટે કરે છે? અનંત તીર્થંકરો થઈ ગયા પણ બધાનો મોક્ષ થયો નહિ. સૌ પોતપોતાની લાયકાતથી સમજે છે, માટે પરનું કામ નથી. શાસ્ત્રનો ભાવ જાણી પોતાનું ભલું કરવું; આમ સમજતો નથી, ને એકલા શાસ્ત્રમાં તત્પર રહે છે, તે મિથ્યાદષ્ટિ છે.
*
વીર સં. ૨૪૭૯ ફાગણ વદ ૧૪ શનિવાર, તા. ૧૪-૩-૫૩
શાસ્ત્રવાંચનનું પ્રયોજન
અનાદિથી જીવ યથાર્થ તત્ત્વાર્થશ્રદ્ધાન કરતો નથી. તે જ્ઞાનમાં શું ભૂલ કરે છે? તે બતાવે છે. શાસ્ત્ર વાંચી જાય છે પણ આત્મા ૫૨ દ્રવ્યથી ભિન્ન છે એવી પ્રતીતિ કરવી તે શાસ્ત્ર વાંચનનું પ્રયોજન છે. તે તો કરતો નથી. દયા પાળવામાં ધર્મ માનવાનું શાસ્ત્ર કહેતાં નથી. શાસ્ત્રનું પ્રયોજન વીતરાગતા છે તેને સમજતો
નથી.
પોતાનો આત્મા જડની ક્રિયા અને શુભાશુભ વિકારથી રહિત શુદ્ધ છે તેવી પ્રતીતિ કરવી તે પ્રયોજનને તે સાધતો નથી. કેટલાક વ્યાકરણ આદિમાં ઘણો વખત લગાવે, પણ તેમાં આત્મહિત નથી. પોતાને ઘણી બુદ્ધિ હોય ને વખત હોય તો તેનો અભ્યાસ કરવો, પણ બુદ્ધિ ઓછી હોય ને એકલા વ્યાકરણ આદિમાં રોકાઈ જાય તો આત્મહિત થઈ શકે નહિ. વળી કોઈ લોકો કહે છે કે અષ્ટસહસ્ત્રી આદિમાં છાયાવાદ ભર્યો પડયો છે, એટલે કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય ઉપર અસર કરે છે; પણ તે વાત સાચી નથી. એક દ્રવ્ય બીજા ઉ૫૨ કદી અસર કરતું નથી, પણ એકમાં કાર્ય થાય ત્યારે જેના ઉપર અનુકૂળપણાનો આરોપ આવે છે એવા બીજા પદાર્થની ઉપસ્થિતિ હોય છે.
અહીં કહે છે કે વ્યાકરણ, કાવ્ય આદિ શાસ્ત્રમાં આત્મહિતનું નિરૂપણ નથી. એનું પ્રયોજન એટલું છે કે પોતાની બુદ્ધિ બહુ હોય તો તેનો થોડો ઘણો અભ્યાસ કરી પછી આત્મહિતસાધક શાસ્ત્રોનો અભ્યાસ કરવો.
સંસ્કૃત આદિ જાણે તો જ ન્યાય જાણે એવું નથી. અહીં કહે છે કે પોતાની બુદ્ધિ ઘણી હોય તો સંસ્કૃત આદિ શીખે, ને પછી સત્યમાગમે દ્રવ્યાનુયોગનાં શાસ્ત્રોનો અભ્યાસ કરે; બુદ્ધિ થોડી હોય તો આત્મહિત સાધક સહેલાં શાસ્ત્રો વાંચવા. પોતે જ્ઞાયક સ્વભાવી છે, પર્યાયમાં દયાદાનાદિ પરિણામ થાય છે તે વિકાર છે; વિકા૨૨હિત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com