________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
અધિકાર સાતમો ]
[૧૭૧
તે સમ્યગ્દર્શન છે. જ્ઞાન ભેદ પાડીને જાણે છે છતાં તેમાં રાગનું અવલંબન નથી. અભેદના અવલંબને સમ્યગ્દર્શન થાય છે.
સવિકલ્પ અને નિર્વિકલ્પ ભેદજ્ઞાન
ભેદના ચાર પ્રકારે અર્થ નીચે મુજબ છેઃ
(૧) આત્મામાં દર્શન-જ્ઞાન-ચારિત્રના ભેદ પાડવા તે પણ ભેદ છે-વ્યવહાર છે. તે બંધનું કારણ છે, ધર્મનું કારણ નથી.
(૨) આત્મા શરીરથી ભિન્ન છે, કર્મથી ભિન્ન છે. તેવા વિકલ્પ સહિત ભેદ પાડવો તે ભેદજ્ઞાન છે, પણ તે રાગસહિત છે. સમ્યગ્દર્શન થતા પહેલાં આવું વિકલ્પવાળું ભેદજ્ઞાન હોય છે.
(૩) રાગનો અભાવ થઈ સ્વભાવમાં એકાગ્ર થવું તે નિર્વિકલ્પ ભેદજ્ઞાન છે. તેમાં પરથી જુદા પડવાની અપેક્ષાએ ભેદજ્ઞાન કહેલ છે, છતાં તે નિર્વિકલ્પ છે.
(૪) તત્ત્વાર્થશ્રદ્ધાન સમ્યગ્દર્શન-આ ચોથી વાત છે. જ્ઞાન બધાને જાણી લે છે, છતાં ત્યાં રાગ નથી. તે નિર્વિકલ્પ ભેદજ્ઞાનમાં આવી જાય છે. છતાં અપેક્ષામાં ફેર છે. પોતાનું ભાવભાસન થતાં તેમાં સાત તત્ત્વોનું ભાવભાસન આવી જાય છે. અહીં પોતાના સ્વ-૫૨પ્રકાશક જ્ઞાનસામર્થ્યથી સ્વને જાણતાં સાતે તત્ત્વોને જાણી લે છે, છતાં ત્યાં રાગ નથી. એ અપેક્ષાએ નિર્વિકલ્પ ભેદજ્ઞાન છે. પોતાના જ્ઞાનનો સ્વભાવ એવો જ છે કે સ્વ-પરને ભેદ પાડીને જાણે છે, છતાં તે નિર્વિકલ્પ ભેદજ્ઞાન છે. સાતે તત્ત્વો ભેદરૂપ છે, એવા ભાવનું ભાસન એક આત્મામાં થવું તે નિર્વિકલ્પ ભેદજ્ઞાન છે. તે અહીં તથા તત્ત્વાર્થસૂત્રમાં કહેવું છે.
શ્રી સમયસાર નાટકમાં સવિકલ્પ ભેદજ્ઞાન ને નિર્વિકલ્પ ભેદજ્ઞાનની વાત આવે છે. ત્યાં પ્રથમ સવિકલ્પ ભેદજ્ઞાનને ઉપાદેય કહેલ છે. પાછળથી તત્ત્વાર્થશ્રદ્ધાનને સમ્યગ્દર્શન હેલ છે. તેમાં નિર્વિકલ્પ ભેદજ્ઞાનની વાત છે. નવ તત્ત્વની પરિપાટી નથી એટલે કે નવના વિકલ્પ નથી. મોક્ષશાસ્ત્રમાં જે તત્ત્વાર્થશ્રદ્ધાન કહેલ છે તે એકરૂપભાવ છે, ત્યાં વિકલ્પ નથી. સમયસારમાં નવતત્ત્વની પરિપાટી છોડી એક આત્મા પ્રાપ્ત થાઓ એમ જે કહેલ છે. ત્યાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com