________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૮]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો જ્યાં સમવસરણમાં પેઠા ત્યાં ભગવાનને દેખી તેમનું માન ગળી ગયું. ખરેખર તો તેમની પાત્રતાથી માન ગળેલ છે, ત્યાં ભગવાન નિમિત્ત કહેવાય છે. આ દષ્ટાંત મુજબ સિદ્ધના સુખને ઇન્દ્રાદિના સુખથી અનંતગણું કહ્યું છે. ત્યાં તેની એક જાતિ નથી; પરંતુ લોકો માને છે, માટે ઉપમાલંકારથી એમ કહેલ છે. મહિમા જણાવવા એમ કહેલ છે. અંદરથી સુખ પ્રગટ થએલ છે, તેવી જાતિ બીજે હોય નહિ.
પ્રશ્ન- સિદ્ધના સુખ અને ઇન્દ્રાદિના સુખની તે એક જાતિ જાણે છે, એવો નિશ્ચય તમે કેવી રીતે કર્યો?
ઉત્તર:- જે ધર્મના સાધનથી તે સ્વર્ગ માને છે તે જ સાધનથી તે મોક્ષ માને છે, તેથી તેના અભિપ્રાયમાં સ્વર્ગ અને મોક્ષની એક જાતિ છે. લોકો કહે છે કે વ્યવહાર કરો તો એક દિવસ બેડો પાર થઈ જશે. શું રાગ કરતાં કરતાં ધર્મ થાય? ના. બહારનું લક્ષ છોડ્યા વિના કદી નિશ્ચય પ્રગટતો નથી. તમો રાગની ક્રિયાથી સ્વર્ગ માનો છો તથા રાગની ક્રિયાથી મોક્ષ પણ માનો છો; તેથી તમોને મોક્ષની ખબર નથી. વ્યવહારથી મોક્ષ માને છે તે મૂઢ છે. તેને મોક્ષની જાતિની ખબર નથી. આયંબિલ કરવાથી, નવકાર ગણવા વગેરેથી ધર્મ થશે એમ માને છે. અંજનચોર પોતાના આત્માના આશ્રયે સમ્યગ્દર્શન પામેલ છે, તો નવકાર મંત્રના શુભરાગ ઉપર ઉપચાર આપેલ છે. જે ભાવથી સ્વર્ગ મળે તે ભાવથી મોક્ષ માને તે મિથ્યાષ્ટિ છે. જે જીવ નિશ્ચયદશા પામે છે. તેના પૂર્વના શુભરાગને વ્યવહાર કહેલ છે. અંજનચોર સમ્યગ્દર્શન પામેલ છે તેનો આરોપ નમસ્કાર મંત્ર ઉપર આપ્યો છે. નવમી રૈવેયક જનાર મિથ્યાદષ્ટિ મુનિએ ઘણી વાર નમસ્કાર મંત્ર ગણેલ છે. તેને કેમ આરોપ નથી આવતો? તો કહે કે તેને નિશ્ચય પ્રગટ થયેલ નથી. માટે અભેદદષ્ટિ કરી સમ્યગ્દર્શન ભવિષ્યમાં પ્રગટ કરેલ છે, તો અંજનચોરના વ્યવહારના એક અંશ ઉપર આરોપ કરીને કહે કે નમસ્કાર મંત્રથી અંજન ચોર ધર્મ પામ્યો; પણ અજ્ઞાની જીવ બાહ્ય ક્રિયાથી ને શુભ રાગથી મોક્ષ થાય એમ માને છે. તે અજ્ઞાની જીવ મોક્ષતત્ત્વને જાણતો નથી તેથી અહંન્તને પણ જાણતો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com