________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો].
[૧૬૭ તત્ત્વને સ્વતંત્ર ન માને તો સાચી શ્રદ્ધા નથી.
વળી, તેને એવો પણ અભિપ્રાય છે કે સ્વર્ગમાં સુખ છે, તેનાથી અનંતગણું સુખ મોક્ષમાં છે. પણ સ્વર્ગનું સુખ તો રાગવાળું છે ને વીતરાગી સુખ અનાકુળ છે. બન્નેની જાતિ જુદી છે એવું ભાન તેને નથી. સ્વર્ગ અને મોક્ષના સુખને એક જાણે તો ભૂલ છે. આત્મા સહજાનંદ મૂર્તિ છે, તેની પ્રતીતિ ને લીનતાથી સુખદશા થાય છે. સંસારસુખ કરતાં અનંતગણું સુખ મોક્ષમાં માને તે મિથ્યાષ્ટિ છે. સ્વર્ગના સુખ તો વિષયાદિ સામગ્રીજનિત હોય છે તે આજનિત સુખ નથી. ત્યાં બાગ, બગીચા, હીરા આદિ અનુકૂળ સંયોગોને સુખ માને છે. પણ આત્માના સુખનું તેને ભાસન નથી; અજ્ઞાની જીવ કહે છે કે મોક્ષમાં લાડી નથી, વાડી નથી, પૈસા નથી, ગાડી નથી, તો શું સુખ? એમ તે માને છે. વળી કોઈ કહે છે કે ભગવાન ત્રણ કાળનાં-ત્રણ લોકનાં નાટક દેખે છે, તેથી તેમને ઘણો આનંદ છે. એવા જીવોને મોક્ષના સ્વરૂપની ખબર નથી. પોતાની પર્યાયમાં પૂર્ણ આનંદ પ્રગટે તે મોક્ષ છે. જેવી શક્તિ પરિપૂર્ણ છે તેવી પર્યાયમાં પરિપૂર્ણતા થવી તે મોક્ષ છે તેવી તેને ખબર નથી. પરંતુ મહાપુરૂષો મોક્ષને સ્વર્ગથી ઉત્તમ કહે છે, તેથી અજ્ઞાની મોક્ષને ઉત્તમ માને છે. જેમ કોઈ ગાયનના સ્વરૂપને ન જાણે, પણ બધી સભા વખાણે છે તેથી પોતે પણ વખાણે છે. આ પ્રમાણે અજ્ઞાની મોક્ષને ઉત્તમ માને છે.
પ્રશ્ન- શાસ્ત્રમાં પણ ઇન્દ્રોનાં સુખ કરતાં અનંતગણું સુખ સિદ્ધોને છે એમ પ્રરૂપ્યું છે તેનું શું કારણ?
ઉત્તર- અહીં, મોક્ષતત્ત્વની ઓળખાણ નથી તેની વાત ચાલે છે. જેમ તીર્થંકરના શરીરની પ્રજા સૂર્યના તેજથી કરોડ ગુણી કહી, પણ ત્યાં તેની એક જાતિ નથી. ભગવાનને પુણ્ય પ્રકૃતિ ઉત્કૃષ્ટ છે ને પરમ ઔદારિક શરીર છે સૂર્યનું વિમાન જે દેખાય છે તે પૃથ્વીકાય છે. તીર્થકરને પંચેન્દ્રિય શરીર છે. તેથી પુણ્યપ્રકૃતિ ઘણી છે. પરંતુ લોકમાં સૂર્ય પ્રજાનું માહાભ્ય છે; તેનાથી પણ ઘણું માહાભ્ય જણાવવા અર્થે ઉપમા આપી છે. તીર્થકરના કેવળજ્ઞાનની તો શી વાત? પણ તેની પુણ્યપ્રકૃતિ પણ ત્રણ લોકમાં અદ્વિતીય છે. પૂર્વે તીર્થકર નામકર્મ બાંધેલ છે, તેના નિમિત્તે અદ્દભૂત શરીર છે. ભક્તામર સ્ત્રોતમાં આવે છે કે હે નાથ? જગતમાં જેટલા શાંત પરમાણુઓ છે તે બધા આપના શરીરમાં આવી પરિણમેલા છે. એવું તેમનું શરીર શાંત દેખાવવાળું છે. ગૌતમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com