________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો ]
[ ૧૬૫
તત્ત્વની ભૂલ બતાવે છે. અજ્ઞાની માને છે કે બહારના પદાર્થો છોડયા માટે નિર્જરા થાય છે પણ તે નિર્જરા નથી. આત્મામાં નિર્વિકલ્પ અનુભવ થયો હોય તેને નિર્જરા થાય છે.
મોક્ષતત્ત્વના શ્રદ્ધાનની અયથાર્થતા
મોક્ષતત્ત્વ અર્હન્તસિદ્ધનું લક્ષણ છે. પંચપરમેષ્ઠીમાં અદ્વૈત-સિદ્ધ તે લક્ષ્ય છે ને મોક્ષતત્ત્વ તેનું લક્ષણ છે. જેને મોક્ષતત્ત્વનું ભાન નથી તેને અર્જુન્ત-સિદ્ધની ખબર નથી. પોતામાં પૂર્ણ નિર્મળ પર્યાય થવી તે મોક્ષ છે.
‘ મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા’
મુક્તિશિલા ઉપ૨ જવું તેને અજ્ઞાની સિદ્ધપણું કહે છે, પણ તે ભૂલ છે, પોતાની શક્તિમાં શુદ્ધતા પડી છે. તેમાંથી પરિપૂર્ણ વ્યક્ત શુદ્ધ દશા થવી તે મોક્ષ છે. મોક્ષ અહીં પર્યાયમાં થાય છે; તે સમયે ઊર્ધ્વગમન-સ્વભાવથી આત્મા ઉપર જાય છે. મોક્ષ અને ઊર્ધ્વગમનમાં સમયભેદ નથી. પોતાની જ્ઞાનશક્તિમાંથી કેવળજ્ઞાન પ્રગટયું, દર્શનશક્તિમાંથી કેવળદર્શન પ્રગટ થયું, આનંદ શક્તિમાંથી કેવળ આનંદ થયો-વગેરે પ્રકારે બધી શુદ્ધતા થઈ તે મોક્ષ છે. કેવળજ્ઞાન લોકાલોકને જાણે તે તો વ્યવહાર છે. લોકાલોકને જાણે છે માટે કેવળજ્ઞાન અથવા મોક્ષ છે–એમ નથી. જ્ઞાન, દર્શન, આનંદ, વીર્ય આદિની પર્યાયની પરિપૂર્ણતા છે, માટે મોક્ષ છે; મુક્તિશિલા ઉપર રહેવું તે સિદ્ધપણું નથી. મુક્તિશિલા ઉપર તો એકેન્દ્રિય-નિગોદના જીવો પણ છે. વળી અજ્ઞાની, સિદ્ધને જન્મ, જરા, મરણ, રોગ, કલેશાદિ દુઃખ દૂર થયા છે, માટે મોક્ષ માને છે; પણ પોતાનો સ્વભાવ જન્મજરારહિત છે તેનું તેને ભાન નથી. વળી અનંત જ્ઞાન વડે લોકાલોકનું તેમને જ્ઞાન થયું છે એમ તે જાણે છે. સિદ્ધદશામાં લોકાલોકનું જ્ઞાન થઈ જાય છે, એમ જે જાણતો નથી તે તો વ્યવહારાભાસીમાં પણ આવતો નથી. અહીં તો કહે છે કે લોકાલોકને જાણવાનું માનવા છતાં પોતામાં અનંત જ્ઞાન ભરેલું છે, એવી પોતાને ખબર નથી તે વ્યવહા૨ાભાસી છે.
અનંતતાના સ્વરૂપને કેવળી અનંતપણે જાણે-દેખે
વળી કોઈ કહે છે કે કેવળી ભગવાન અનંતને અનંત જાણે છે, માટે ભગવાન અનંતનો અંત જાણતા નથી; માટે તેમને કેવળજ્ઞાન નથી; તે પણ ભૂલ છે. અનંતતાને અનંત તરીકે ન જાણે ને અંત તરીકે જાણે તો તો કેવળજ્ઞાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com