________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૬૩
અધિકાર સાતમો] ધર્મનો આધાર નથી. પોતાના શુદ્ધોપયોગથી નિર્જરા થાય છે. કોઈએ અન્નપાણી છોડી દીધા તેથી તેને ત્યાગી માને છે, તે ભ્રાંતિ છે.
પંચમ ગુણસ્થાનવાળો બળદ લીલું ઘાસ ખાતો હોય તે વખતે પણ તેને ચોથા ગુણસ્થાનવાળા ધ્યાની કરતાં વિશેષ નિર્જરા છે. અંતર બે કષાયનો નાશ છે, તેને ક્ષણે ક્ષણે શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. લીલોતરીનું પાપ નથી. નબળાઈથી જે અશુભભાવથી થાય છે તેથી અલ્પ બંધ છે. અશુભભાવથી નિર્જરા નથી; પણ અશુભભાવના કાળમાં બે કપાયનો નાશ છે તેથી નિર્જરા છે.
છઠ્ઠી ગુણસ્થાનવાળા મુનિને આહારાદિથી શુભ બંધ પડે છે, પણ અંતર ત્રણ કષાય ટળ્યા છે તેથી શુદ્ધિ વધે છે. નિર્જરાથી અપેક્ષાએ બંધ થોડો છે, માટે બાહ્ય પ્રવૃત્તિ અનુસાર નિર્જરા નથી, અંતરંગ કપાય શક્તિ ઘટતા ને વિશુદ્ધતા થતાં નિર્જરા થાય છે. અહીં વિશુદ્ધતા એટલે શુદ્ધતાની વિશેષતા સમજવી. અંતર કષાયશક્તિ ઘટવાથી નિર્જરા થાય છે, તેનું પ્રગટ સ્વરૂપ આગળ નિરૂપણ કરીશું ત્યાંથી જાણવું.
પંડિત શ્રી ટોડરમલજીને દૃષ્ટિ તો હતી, ઉપરાંત જ્ઞાનનો ઉઘાડ પણ ઘણો હતો. હજારો શાસ્ત્રોનો નિચોડ મોક્ષમાર્ગપ્રકાશકમાં ભરી દીધો છે.
એ પ્રમાણે અનશન, વૃત્તિપરિસંખ્યાન, ધ્યાન વગેરેને તપસંજ્ઞા ઉપચારથી છે એમ જાણવું, અને તેથી જ તેને વ્યવહાર તપ કહ્યો છે. આત્મામાં શુદ્ધતા તો પૂર્વે વિકલ્પ હોય તેને વ્યવહાર કહે છે. નિમિત્તનું લક્ષ છૂટી શુદ્ધિમાં વૃદ્ધિ થાય તો નિમિત્તને સાધન કહે છે. વ્યવહાર ઉપચારનો એક અર્થ છે. વળી એવા સાધનથી વીતરાગ ભાવરૂપ જે વિશુદ્ધતા થાય તે જ સાચો તપ નિર્જરાનું કારણ જાણવું.
દટાંતઃ- ધન વા અન્નને પ્રાણ કહ્યાં છે. તેનું કારણ ધનથી અન્ન લાવી ભક્ષણ કરતાં પ્રાણ પોષી શકાય છે; તેથી ધન વા અન્નને પ્રાણ કહ્યા છે, પણ આયુષ્ય ન હોય તો ધન શું કામ કરે? મડદાને આહારપાણી આપો તો શું થશે? પાંચ ઇન્દ્રિય, મન, વચન, કાયા, શ્વાસ ને આયુ એ પ્રાણ હોય તો ધનને પ્રાણ કહેવાય; પણ ઇંદ્રિયાદિ પ્રાણને ન જાણે કે ધનને જ પ્રાણ જાણી સંગ્રહુ કરે તો મરણ જ થાય.
અંતરદષ્ટિ ને જ્ઞાન જેને નથી તેના બાહ્ય તપને ઉપચાર પણ ન કહેવાય.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com