________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ર ]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો વિશુદ્ધતા અનુસાર નિર્જરા થાય છે, બાહ્ય પ્રવર્તન અનુસાર નહિ
જુઓ, ચોથા ગુણસ્થાનવાળો સમ્યગ્દષ્ટિ શાસ્ત્રાભ્યાસ કરે ને આત્માનું ચિંતવનાદિ કાર્ય કરે ત્યાં વિશેષ ગુણશ્રેણીનિર્જરા નથી. નિર્જરા થોડી છે ને બંધ ઘણો છે. અંતર આનંદનો અનુભવ કરતો હોય ત્યારે પણ તેને નિર્જરા થોડી છે. અહીં પાંચમા-છઠ્ઠી ગુણસ્થાનવાળાની સાથે સરખામણી કરે છે. ચોથા ગુણસ્થાનવાળો ધર્મી જીવ નિર્વિકલ્પ અનુભવમાં હોય તો તેને નિર્જરા થોડી છે, પંચમ ગુણસ્થાનવાળો શ્રાવક ઉપવાસ ને વિનયાદિ કરતો હોય તે કાળમાં પણ છઠ્ઠીવાળા કરતાં તેને નિર્જરા થોડી છે; કેમકે અંતર અકષાય પરિણમનના આધારે નિર્જરા છે. શુભની અપેક્ષાએ અથવા બાહ્યક્રિયાની અપેક્ષાએ નિર્જરા નથી. પંચમ ગુણસ્થાનવાળો ઉપવાસ કરતો હોય તો નિર્જરા થોડી ને છઠ્ઠી ગુણસ્થાનવાળા મુનિ આહાર કરતા હોય તો પણ તેમને નિર્જરા ઘણી છે. તે વખતે જે રાગ વર્તે છે તેનાથી નિર્જરા નથી, શુભરાગથી પુણ્ય છે પણ શુભરાગના કાળે નિર્જરા ઘણી છે; કેમકે મુનિને સ્વરૂપના આશ્રયે ત્રણ કષાયનો નાશ થયો છે. અકષાય સ્વભાવના અવલંબને નિર્જરા થાય છે. ગુરુની સેવા એ પુણ્યભાવ છે, તેથી નિર્જરા નથી કર્મનું ખરવું જે ભાવથી થાય તેને નિર્જરા કહે છે. આત્મામાં શુદ્ધભાવથી નિર્જરા થાય છે ને તેથી કર્મ ખરે છે, પણ પુણ્યનો અનુભાગ વધે છે.
વળી બાહ્યક્રિયાથી નિર્જરા નથી. પંચમ ગુણસ્થાનવાળો શ્રાવક એક માસના ઉપવાસ કરે તે વખતે જે નિર્જરા થાય છે તેના કરતાં મુનિને નિદ્રા વખતે કે આહાર વખતે નિર્જરા વિશેષ છે. માટે અકષાય પરિણામ પ્રમાણે નિર્જરા થાય છે. બાહ્યપ્રવૃત્તિ ઉપર આધાર નથી.
અજ્ઞાની લોકો બાહ્યથી ધર્મ માને છે. એક વખત ભોજન લે, પાઠશાળા ચલાવે ઈત્યાદિ કાર્યોમાં ધર્મ માને છે. શુદ્ધ ચિદાનંદની દષ્ટિપૂર્વક લીનતા હોય તેને નિર્જરા છે. વસ્ત્રપાત્રસહિત મુનિપણું મનાવે તે ગૃહીત મિથ્યાદષ્ટિ છે. નગ્નદશાપૂર્વક અકષાયદશા હોય તેને ભાવલિંગી મુનિ કહે છે. બાહ્યથી એકલા નગ્નપણામાં મુનિપણું નથી. જીવની ક્રિયા જીવથી થાય છે, તેમાં અજીવ નિમિત્તમાત્ર છે, વગેરે નવતત્ત્વોનું ભાન નથી, તે બાહ્યમાં ઉપવાસાદિ કરે, મીઠું ન ખાય તો તેમાં શું થયું? સાદો ખોરાક લેવામાં નિર્જરા માને છે; અમુક ચીજો ન ખાય તેથી ધર્મ માને છે. બહારની ચીજ ખાવી કે ન ખાવી તેના ઉપર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com