________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[ ૧૬૧ પણ તે વાત ખોટી છે. શુદ્ધોપયોગ થયા પછી પુણ્યપ્રકૃતિમાં રસ ઘટતો નથી. મોક્ષમાર્ગમાં પુષ્ય ને પાપ બન્નેની સ્થિતિ ઘટે છે. ત્યાં પુણ્ય-પાપની વિશેષતા છે જ નહિ, તથા અનુભાગનું ઘટવું પુણ્યપ્રકૃતિઓમાં શુદ્ધોપયોગથી પણ થતું નથી.
કેવળી ભગવાનને અશાતા શાતારૂપે પરિણમે છે ગોમ્મદસારમાં ગાથા ૨૭૪ માં કહ્યું છે કે કેવળી ભગવાનને શાતાવેદનીયનો બંધ એક સમય માટે છે, તેથી તે ઉદયસ્વરૂપ છે. વળી કેવળીને અશાતાવેદનીય શાતારૂપે પરિણમે છે. કેવળીને કષાય નથી, એકલો શુદ્ધોપયોગ છે. તેથી અશાતાવેદનીયની અનુભાગશક્તિ અનંતગુણી હીણી થઈ જાય છે. જે શાતા બંધાણી છે તેનો અનુભાગ અનંતગુણો છે. પહેલાં ન હતો તેના કરતાં અનંતગુણો રસ છે. આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપમાં રમણતા કરે ત્યારે પાપનો રસ ઘટી જાય છે ને પુણનો રસ વધી જાય છે. અકષાય પરિણામથી સ્થિતિ ઘટી જાય છે ને શાતાદિનો રસ અનંતગુણો વધી જાય છે.
આત્મા પોતે શુદ્ધ ચિદાનંદ છે. એવી દષ્ટિપૂર્વક શુદ્ધ ઉપયોગ કરે તો પુણ્યનો અનુભાગ વધે છે ને સ્થિતિ ઘટે છે. પુણ્ય-પાપ બન્નેની સ્થિતિ ઘટી જાય છે. પાપનો અનુભાગ ઘટી જાય છે ને પુણ્યનો અનુભાગ વધી જાય છે. તીર્થકર ભગવાનને પુણ્યનો રસ વધી જાય છે. જેટલી વિશુદ્ધતા છે તેટલો અનુભાગ વધી જાય છે. જે પુણને ત્યાગે છે તેને પુણ્યનો રસ વધી જાય છે ને જે પુણ્યને ઈચ્છ છે તેને પુણ્યનો રસ ઘટી જાય છે.
ગુરુની વૈયાવૃત્ય આદિ કરવાથી તીર્થકર નામપ્રકૃતિ બાંધશું એમ અજ્ઞાની માને છે તેને તત્ત્વની ખબર નથી. શુદ્ધઉપયોગથી ઉપર ઉપરની પુણ્યપ્રકૃતિઓના અનુભાગનો તીવ્ર ઉદય થાય છે. હું શુદ્ધ ચિદાનંદ છું એવી દષ્ટિ થયા પછી શુભભાવ હોય તો પાપપ્રકૃતિ પલટી પુણ્યરૂપ થાય છે ને શુદ્ધભાવથી પુણ્યનો અનુભાગ વધી જાય છે ને પાપપ્રકૃતિ પલટી પુણ્યપ્રકૃતિ થઈ જાય છે. જે દાણો મોટો હોય તેનું ફોતરું પણ મોટું હોય છે, તેમ શુદ્ધોપયોગની જેટલી પુષ્ટિ હોય છે તેટલી પુણ્યમાં પુષ્ટિ હોય છે. માટે શુદ્ધથી પુણ્યના અનુભાગની નિર્જરા થાય છે એ નિયમ સંભવતો નથી. શુદ્ધથી પુણ્યનો અનુભાગ વધી જાય છે. માટે પૂર્વોક્ત નિયમ સંભવતો નથી પણ વિશુદ્ધતાના અનુસાર જ નિયમ સંભવે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com