________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[ ૧૫૯ કાંઈ ભાન નથી તેથી પુણ-પાપની વૃત્તિ રોકાય કેવી રીતે? ન જ રોકાય. અકષાય સ્વભાવના ભાન વિના કદી ઉપવાસ નથી.
આહાર-પાણી આત્મા લઈ શકતો નથી, તે તો જડની ક્રિયા છે. રાગને લીધે આહાર આવતો નથી. આહારની ઈચ્છા હોવા છતાં તાવ આવે ને આહાર ન લેવાય. જમવા બેઠો હોય ને તે વખતે અશુભ સમાચાર આવે તો આહાર લેતો નથી. ત્યાં ખરેખર તો આહાર આવવાનો જ ન હતો, તેથી નથી આવ્યો; છતાં આહાર લેવા ને છોડવાની ક્રિયા મારાથી થાય છે એમ માનનાર મિથ્યાદષ્ટિ છે.
આત્માના ભાન વિના ઉપવાસ કરે તેને લાંઘણ કહે છે. ઉપવાસ કરે માટે શરીર સારું થાય-એમ પણ નથી. શરીરની અવસ્થાનો સ્વામી આત્મા નથી. અજીવની ક્રિયાનો સ્વામી થાય તે મૂઢ છે. શરીરને રાખવા જીવ સમર્થ નથી. જે વખતે જે ક્ષેત્રે શરીર છૂટવાનું હોય તે વખતે, તે ક્ષેત્રે છૂટે છે; લાખ ઉપાય કરે, ડોકટરો ઊતરે, પણ જે સમયે, જે ક્ષેત્રે, જે વિધિએ શરીર છૂટવાનું તે છૂટવાનું જ. તેમાં ફેરફાર કરવા જીવની સત્તા નથી. અજ્ઞાની જીવ પોતાની પર્યાયમાં ઘાલમેલ કરે છે. આત્માના ભાન વિના ઉપવાસ કરે તો લાંઘણ છે. અજ્ઞાની જીવને પુણ્યનાં ઠેકાણાં નથી, ને ધર્મ માની બેસે તો મિથ્યાત્વ થાય છે.
અજ્ઞાની જીવ અજ્ઞાનતપનાં ઊજમણા કરી અભિમાન કરે છે. પોતે લોભ ઘટાડે તો પુણ્ય થાય પણ આત્માના ભાન વિના ધર્મ થતો નથી. અહીં કોઈ કહે કે જો એમ છે તો અમે ઉપવાસાદિક નહિ કરીએ, તો તેને કહે છે કે અમે તો ઉપવાસનું તથા નિર્જરાનું સાચું સ્વરૂપ કહીએ છીએ. ઉપદેશ ઊંચે ચઢવા માટે કરીએ છીએ. આહાર પ્રત્યે રાગ ઘટાડે તો પુણ્ય થાય, તીવ્ર કષાય ઘટે તો પુણ્ય થાય, આહાર ન ખાય, માટે પુણ્ય થતું નથી. ધર્મ તો આત્માના ભાવથી થાય છે. તું ઊલટો નીચો પડે તો ત્યાં અમે શું કરીએ?
જો તું માનાદિથી ઉપવાસાદિ કરે છે તો કર વા ન કર; કીર્તિ માટે, ઊજમણા માટે, મોટપ માટે કરતો હોય તો કર કે ન કર; બધું સમાન છે; પણ વ્યવહાર ધર્મબુદ્ધિથી એટલે કે શુભભાવથી આહારાદિનો રાગ છોડે તો જેટલો રાગ છૂટયો તેટલો છૂટયો. તીવ્ર તૃષ્ણા છોડી મંદ તૃષ્ણા કરી તેને પુણ્ય સમજ. તેને તપ માનીશ તો મિથ્યાષ્ટિ રહીશ. ચીજો પ્રત્યે રાગ ઘટે તેને પુણ્ય માનો, તેને નિર્જરા ન માનો. તેને ધર્મ માને તે મિથ્યાદષ્ટિ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com