________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો ]
[૧૫૭ જ્ઞાનાનંદ સ્વરૂપ છું, રાગ કરવો કે દેહની ક્રિયા કરવી તે મારા સ્વભાવમાં નથી; એવા જ્ઞાનીને અકામ, સકામ, સવિપાક ને અવિપાક-એમ ચાર પ્રકારની નિર્જરા હોય છે. કર્મ પાક વિના ખર્યા માટે અવિપાક કહેલ છે. આત્માનો પુરુષાર્થ બતાવવા તેને જ સકામનિર્જરા કહે છે. સકામ ને અવિપાક નિર્જરા જ્ઞાનીને જ હોય છે. તે ઉપરાંત જ્ઞાનીને અકામ ને સવિપાકનિર્જરા પણ હોય છે. અજ્ઞાનીને અકામ ને સવિપાક બે જ પ્રકારની નિર્જરા હોય છે.
જૈન કોણ? અજૈન કોણ? હું જ્ઞાયક શુભાશુભભાવનો નાશક છું એવું ભાન થતાં ભ્રાંતિ ટળી જાય છે; ને શુભાશુભભાવનો રક્ષક છું એમ માને તે ભ્રાંતિ છે. હું કુટુંબ, દેશ વગેરેનો રક્ષક નથી તથા શુભાશુભભાવનો પણ રક્ષક નથી; પણ નાશક છું એવું ભાન થતાં સમ્યગ્દર્શન થાય છે. તે વખતે શુભાશુભભાવ સર્વથા ટળતા નથી. ભ્રાંતિ ટળે છે, પણ પુણ્ય-પાપ ટળતાં નથી. પછી સ્વરૂપમાં વિશેષ લીનતા કરે તો પુણ્ય-પાપ ટળે છે. આમ કરે તે સાચો જૈન છે. પોતાની પર્યાયમાં પુણ્ય-પાપભાવ થાય છે તેનો સ્વભાવના લક્ષે નાશ કરવાવાળો તે જૈન છે. તેવા જીવને ચાર પ્રકારની નિર્જરા થાય છે. હું આત્મા છું. શરીર, મન, વાણી આદિ મારાં નથી. તે બધાને જાણનારો છું. વિભાવનો ભક્ષક છું ને સ્વભાવનો રક્ષક છું એમ માનનાર જૈન છે. જે વિભાવનો રક્ષક છે ને સ્વભાવનો નાશક છે તે અજૈન છે. શુદ્ધ ચિદાનંદનું ભાન કરનાર જૈન છે.
હવે અહીં મૂળ પ્રશ્નની વાત લઈએ.
બાહ્ય પ્રતિકૂળ નિમિત્ત વખતે ઢોર આદિ કષાયમંદતા કરે તો પુણ્યબંધ થાય ને દેવમાં જાય. પ્રતિકૂળતા વખતે કષાયમંદતા ન કરે તો પુણ્ય પણ થતું નથી. માત્ર દુઃખ સહન કરવાથી સ્વર્ગ મળતું નથી. બટાટા વગેરેના જીવોને ઘણી પ્રતિકૂળતા હોય છે, અગ્નિમાં શેકાઈ જાય છે, ત્યાં દુ:ખનું નિમિત્ત તો છે, પણ કાંઈ બધાને પુણ્યબંધ થતો નથી. જે કષાયમંદતા કરે તેને પુણ્યબંધ થાય. કષ્ટ સહન કરતાં જો તીવ્ર કષાય થાય અને પુણ્યબંધ થાય તો સર્વ તિર્યંચાદિક દેવ જ થાય; પણ એમ બને નહિ. એ જ પ્રમાણે ઇચ્છા કરી ઉપવાસાદિ કરતાં ત્યાં ભૂખ-તૃષાદિ સહન કરે છે તે બાહ્ય નિમિત્ત છે, પણ ત્યાં રાગની મંદતા કરે તો પુણ્યબંધ થાય પણ ધર્મ થતો નથી. ઉપવાસ વખતે પણ જેવા પરિણામ કરે તેવું ફળ છે. અહીં નિર્જરાતત્ત્વની ભૂલ બતાવે છે સ્વરૂપશુદ્ધિની વૃદ્ધિ થવી ને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com