________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો ]
[૧૫૫ નિયતનો નિર્ણય પુરુષાર્થથી થાય છે એકમાં અનેક ખોજે.' બનારસીદાસનું આ કથન ગંભીર છે. સમયસાર નાટકમાં પૃષ્ઠ-૩૩૮માં કહે છે કે
टेक डारि एकमै अनेक खोज सो सुबुद्धि ,
खोजी जीवै वादी मरै सांची कहवति है।' સમયે સમયે જે પરિણતિ થવાની તે થવાની, તે કોણે નિર્ણય કર્યો? વસ્તુ સ્વભાવ જ્ઞાન જ છે. તે પોતે જ નિર્ણય કરે છે. નિયતનો નિર્ણય પુરુષાર્થથી થાય છે. જે સમયે જે થવાનું છે તે થવાનું છે, એવો નિર્ણય પુરુષાર્થથી થાય છે. પુરુષાર્થ સ્વભાવમાં છે ને સ્વભાવ જ્ઞાનસ્વરૂપ છે.
જે ખોજે છે તે જીવે છે, ને વાદી મટે છે.
વસ્તુ સ્વરૂપ સમજ્યા વિના બધું નકામું છે. મુનિ પોતામાં શિથિલતા દેખે તો આહાર લે છે. અજિતનાથ આદિ તીર્થકરોએ દીક્ષા લઈને બે ઉપવાસ જ કેમ ધારણ કર્યો? તેમની શક્તિ પણ ઘણી હતી, પરંતુ જેવા પરિણામ થયા તેવા બાહ્ય સાધન વડે એક વીતરાગ શુદ્ધોપયોગનો અભ્યાસ કર્યો. એ પણ નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી વાત કરી છે.
પ્રશ્ન- જો એમ છે તો આહાર ન લેવો, ઉણોદરી કરવી વગેરે ને તપ કેમ
કહ્યો?
ઉત્તર- એને બાહ્યતપ કહ્યો છે. બાહ્યનો અર્થ એ છે કે બીજાને દેખાય છે કે આ માણસ તપ કરે છે; પણ પોતે તો જેવા પરિણામ થશે તેવું જ ફળ પામશે; કારણ કે પરિણામ વિનાની શરીરની ક્રિયા ફળદાતા નથી.
પ્રશ્ન- શાસ્ત્રમાં તો અકામનિર્જરા કહી છે. ત્યાં ઇચ્છા વિના પણ ભૂખતૃષાદિ સહુન કરતાં નિર્જરા થાય છે, તો ઉપવાસ કરે, કષ્ટ સહન કરે, તેને નિર્જરા કેમ ન થાય?
ઉત્તર:- અકામ નિર્જરામાં પણ બાહ્ય નિમિત્ત તો ઈચ્છા-રહિત ભૂખ, તૃષા સહન કરવી એ છે. ત્યાં પણ અંતર કષાય-મંદતા હોય તો અકામનિર્જરા છે. કષાયમંદતા ન હોય તો અકામનિર્જરા નથી. બાહ્યથી આહાર-પાણી ના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com