________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
| [૧૫૩ જ્ઞાની જીવના બાહ્ય તપને ઉપચારથી નિર્જરાનું કારણ કહે છે. જો બાહ્ય દુઃખ સહન કરવું તે નિર્જરાનું કારણ હોય તો ઢોર વગેરે ભૂખ, તરસ ઘણી સહુન કરે છે, તો તેને ઘણી નિર્જરા થવી જોઈએ; પણ એમ બનતું નથી. માટે બાહ્ય દુ:ખ સહન કરવું નિર્જરાનું કારણ નથી.
પ્રશ્ન- એ તો પરાધીનપણે સહે છે. પણ સ્વાધીનપણે ધર્મબુદ્ધિથી ઉપવાસાદિરૂપ તપ કરે તો નિર્જરા થાય છે? આહાર પાણી અમને મળે છે, તે મળવા છતાં અમો છોડી દઈએ તો અમોને નિર્જરા થાય ને?
ઉત્તર:- ધર્મબુદ્ધિથી એટલે શુભભાવથી બાહ્ય ઉપવાસાદિક તો કરે, પણ ત્યાં ઉપયોગ તો અશુભ, શુભ વા શુદ્ધરૂપ જેમ પરિણમે તેમ પરિણમો. ત્યાં અશુભ પરિણામ હોય તો પાપ થાય છે, શુભ પરિણામ હોય તો પુણ્ય થાય છે અને શુદ્ધ પરિણામ હોય તો ધર્મ થાય છે. અજ્ઞાની જીવને પરિણામની ખબર નથી. ૨૪ કલાક કે ૪૮ કલાક આહાર ન લીધો માટે શુભ પરિણામ થયા એમ નથી. પોતાની પ્રશંસા, માનાદિ માટે ઉપવાસાદિ કરે તો પરિણામ અશુભ છે; તેને કષાયમંદતા નથી, તેથી પાપ થાય છે. પોતે તપાદિ કરે ને તેની ઉજવણી માટે સગાંવહાલાં ન આવે તો અંદર ખેદ થાય-તે બધો અશુભભાવ છે. સાધુ નામ ધરાવી પ્રશંસા માટે ઉપવાસ કરે તો તે પાપ છે. બહારના ઉપવાસની નિર્જરા નથી. શુભભાવ કરે તો પુણ્ય-બંધ છે. પોતાના પરિણામથી લાભ-અલાભ છે; બહારથી નથી. આઠ ઉપવાસ કર્યા હોય અને અંતર પરિણામ માનના હોય તો તેને પાપ લાગે છે. અમોએ આટલા ઉપવાસ કર્યા છતાં અમારા સામે કોઈ જોતું નથી–વગેરે પરિણામથી પાપ લાગે છે. જો ઘણા ઉપવાસથી ઘણી નિર્જરા થાય તથા થોડા કરતાં થોડી થાય એવો નિયમ ઠરે તો નિર્જરાનું મુખ્ય કારણ ઉપવાસાદિ ઠરે, પણ એમ તો બને નહિ; કારણ કે પરિણામ દુષ્ટ થતાં ઉપવાસાદિ કરતાં પણ નિર્જરા થવી કેમ સંભવે ? માટે જેવો અશુભ, શુભ, શુદ્ધરૂપ ઉપયોગ પરિણમે તે અનુસાર બંધ-નિર્જરા છે.
અશુભશુભથી બંધ છે, ને શુદ્ધથી અબંધ-દશા થાય છે. માટે ઉપવાસાદિ તપ-નિર્જરાનું કારણ ન રહ્યું પણ અશુભ-શુભ બંધનું કારણ કર્યું તથા શુદ્ધ પરિણામ નિર્જરાનું કારણ કર્યો.
પ્રશ્ન:- તો તત્ત્વાર્થસૂત્રમાં “તપરા નિર્નર રએમ શા માટે કહ્યું છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com