________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫ર]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો શ્રદ્ધાની નથી.
નિર્જરાતના શ્રદ્ધાનની અયથાર્થતા અજ્ઞાનીને નિર્જરા તત્ત્વમાં ભૂલ થાય છે તે બતાવે છે. ઉપવાસ, વૃત્તિસંક્ષેપ આદિને તે નિર્જરા માને છે તે બધાં બાહ્ય તપ છે. તેમાં કષાયમંદતા કરે તો પુણ્ય છે. શુદ્ધ આત્માનું ભાન થયા પછી અંતરમાં લીનતા કરે તે નિર્જરા છે. બાહ્ય તપ તો શુદ્ધોપયોગ વધારવા અર્થે કરવામાં આવે છે. એનો અર્થ એમ છે કે પોતે જ્ઞાનસ્વભાવી છે, એવી દષ્ટિપૂર્વક લીનતા કરતા પહેલાં ઉપવાસાદિનો શુભભાવ નિમિત્તરૂપે હોય છે. તેથી બાહ્ય તપ શુદ્ધોપયોગ વધારવા અર્થે કરવામાં આવે છે. એમ કહેવામાં આવે છે. જેને ઉપવાસાદિમાં અણગમો હોય, તેની વાત નથી. સ્વભાવમાં લીન થતાં બાહ્ય તારૂપી નિમિત્ત ઉપરથી લક્ષ છૂટી ગયું. તેથી બાહ્યતા ઉપર ઉપચાર આવે છે. સ્વભાવમાં લીનતા કરતાં ઈચ્છા સહજ તૂટી જાય છે. પોતે જ્ઞાન-સ્વભાવી છે એમ નિશ્ચય પૂર્વક લીનતા કરતાં શુભ-ઉપયોગ છૂટી જાય છે. શુદ્ધતામાં પોતાનો સ્વભાવભાવ કારણ થાય છે. તો શુભનો અભાવ કારણ છે-એમ ઉપચાર કરવામાં આવે છે. સમ્યગ્દર્શન વખતે અંશે શુદ્ધ-ઉપયોગ થએલ છે. વિશેષ લીનતા થતાં શુદ્ધ-ઉપયોગ વધે છે. જેને સમ્યગ્દર્શન, સમ્યક અનુભૂતિ તથા અંશે આનંદ પ્રગટ થએલ નથી તેના શુભમાં તો ઉપચાર પણ કરવામાં આવતો નથી.
અજ્ઞાની જીવ કહે છે કે ઉપવાસ કરો, પ્રતિમા આદિ ધારણ કરો; પણ ભાઈ ! સમ્યગ્દર્શન થયા પછી વિશેષ શુદ્ધતા માટેનો પ્રયોગ તે પ્રતિમા છે. પ્રતિમા બાહ્ય ચીજ નથી. અંતર શુદ્ધ ઉપયોગ થતાં ઈચ્છા તૂટી જાય છે, ત્યારે બાહ્ય તપ ઉપર આરોપ આવે છે. આત્માના ભાન વિના અજ્ઞાની ઘણાં તપ કરે છે પણ તેને નિર્જરા થતી નથી. હું આ કરું ને આ છોડું એવો ભાવ મિથ્યા છે. એવો વિકલ્પ વસ્તુસ્વભાવમાં નથી. સમયસારના ૬રમાં કળશમાં કહ્યું છે કે
आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत्करोति किम।
वरभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम्।। આત્મા પોતે જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાન સિવાય તે બીજું શું કરે? રાગ કરે કે છોડ-એ પણ જ્ઞાનનું સ્વરૂપ નથી. જ્ઞાન આહાર લાવે કે છોડ? ના. આત્મામાં જાણવાની ક્રિયા છે. નિર્ણય થયા પછી લીનતા થવી તે નિર્જરાનું કારણ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com