________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૦]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો તેને તે પરિષહસહનતા કહે છે. હવે સંયોગી દષ્ટિ તો છે, અને અંદરમાં સુધાદિને અનિષ્ટ માની દુ:ખી તો થયો છે; તે તો અશુભભાવ છે, પણ કદી શુભભાવ હોય તો પણ ધર્મ નથી. કોઈ કહે છે કે પ્રથમ પરિષહ સંબંધી પ્રતિકૂળતાનો વિકલ્પ થાય પછી બીજ સમયે રાગને જીતવો તે પરિષહજય છે. તો તે વાત ખોટી છે; કારણ કે વિકલ્પ તો રાગ છે, આસ્રવ છે. તે પરિષહજય રૂપ સંવર નથી. સુધા, તૃષા, રોગાદિ મટાડવાનો ઉપાય ન કરવો તે પરિષહજય નથી; કેમ કે તેમાં તો શુભરાગની ઉત્પત્તિ છે. મુનિ નગ્ન રહે તે પરિષહજય છે એમ પણ નથી; પણ તત્ત્વજ્ઞાનપૂર્વક સ્વાશ્રયના બળથી રાગની ઉત્પત્તિ ન થવી તે પરિષહજય છે. જ્ઞાતામાત્રપણે સ્વરૂપમાં સ્થિર રહેવું તેનું નામ સંવર છે પરિષહજય રૂપ ધર્મ છે.
આત્માનુશાસન ગ્રંથમાં લખે છે કે અજ્ઞાની ત્યાગી હોય; ને તેને જે બાહ્ય સામગ્રીનો અભાવ વર્તે છે તે તો અંતરાયના કારણે છે. અંતરંગ જ્ઞાન, વૈરાગ્ય વિના ઉપચારથી પણ ધર્મ નથી. જેને અનુકૂળ સંયોગોની રુચિ છે, તેને તે જ સમયે પ્રતિકૂળ સંયોગોનો દ્વેષ છે. તેમ આ ઉપવાસાદિમાં દુઃખ માને છે, તેથી તેને રતિના કારણ મળતાં તેમાં સુખબુદ્ધિ છે જ. એ તો પરાશ્રય સુખ-દુ:ખરૂપ પરિણામ છે અને એ જ આર્ત-રૌદ્રધ્યાન છે. એનાથી સંવર-ધર્મ નથી પરની અપેક્ષા રહિત એકલા જ્ઞાતાસ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન, લીનતા વડે સ્વસમ્મુખ જ્ઞાતા રહે અને કોઈને અનુકૂળ-પ્રતિકૂળ ન માને તે જ સાચો પરિષહજય છે. અનુકૂળ-પ્રતિકૂળ સંયોગ મળે છતાં પોતાના સહજ જ્ઞાન-સ્વભાવના આશ્રયે સર્વ ઠેકાણે જ્ઞાતાદ્રષ્ટા રહેતાં જેટલી પોતાની વીતરાગદશા થઈ તેટલા અંશે ધર્મ છે. વળી હિંસાદિક સાવધયોગના ત્યાગને તે ચારિત્ર માને છે. પણ હિંસા, આરંભ, સમારંભ બહારમાં નથી; પણ જીવના અરૂપી વિકારભાવમાં આરંભ-હિંસાદિરૂપ ભાવ થાય છે. બાહ્ય ત્યાગ દેખાય માટે હિંસારૂપ આરંભથી છૂટી ગયો-એમ નથી.
૨૮ મૂળગુણ તથા મહાવ્રતાદિના પાલનરૂપ શુભ-ઉપયોગ તે શુભાસ્રવ છે, તે ધર્મ નથી. અજ્ઞાની તે વ્રત-તપાદિના શુભ રાગને ઉપાદેય માને છે, હિતકરમદદગાર માને છે, પણ તે ચારિત્ર નથી. ચરણાનુયોગની અપેક્ષાએ પણ અજ્ઞાનીને વ્યવહારત્યાગ કહી શકાતો નથી. આત્માના તત્ત્વજ્ઞાન પૂર્વક અકષાય શાન્તિ થાય તે સંવરરૂપ ધર્મ છે. અવ્રતાદિના રાગનો ત્યાગ થતાં બાહ્યત્યાગ વ્યવહારથી કહેવાય છે; પણ બાહ્ય વસ્તુનો ત્યાગ તે ધર્મ નથી. રાગનો ત્યાગ કર્યો એમ કહેવું તે પણ નામ માત્ર છે-ઉપચારથી છે; કેમકે જ્ઞાતા તો રાગના પણ અભાવ સ્વરૂપ જ છે. આત્મા આત્મામાં સ્થિર થાય તે જ સાચું પ્રત્યાખ્યાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com