________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો ]
[૧૪૯ વીર સં. ૨૪૭૯ ફાગણ વદ ૬ શુક્રવાર, તા. ૬-૩-પ૩ માત્ર આત્મજ્ઞાનથી ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ મટે એમ નહિ લેતાં, સાત તત્ત્વોને યથાર્થ રૂપે જાણે તો પોતાનું શુદ્ધ સ્વરૂપ ઉપાદેય માને અને પરથી ઉદાસીન થાય, તે અનિત્યાદિ ભાવના મોક્ષમાર્ગમાં ગણી છે. શરીર, સ્ત્રી, કુટુંબ, ધન વગેરે અજીવ છે. તેમાં કોઈ ઈ-અનિષ્ટ નથી. સાત તત્ત્વોની સભ્યશ્રદ્ધા થતાં, શુદ્ધાત્માનો પ્રતિભાસ થતાં પરપદાર્થમાં ઈષ્ટ-અનિષ્ટપણું ભાસતું નથી, ને રાગદ્વેષની ઉત્પત્તિ થતી નથી. તે ધર્મ છે.
વળી શરીરાદિમાં અશુચિ, અનિત્યાદિ ચિંતવનથી તેને બૂરાં જાણી, અહિતરૂપ જાણી, તેનાથી ઉદાસ થવું તેનું નામ તે અનુપ્રેક્ષા કહે છે; પણ તે તો દ્રષબુદ્ધિ છે. સ્ત્રી, પુત્રાદિ સ્વાર્થનાં સગાં છે, લક્ષ્મી પાપ ઉપજાવે છે–એમ માની તેના ઉપર દ્વેષ કરે છે. તો શું પરદ્રવ્ય તારું બૂરું કરે છે? નહિ જ. તે તો તેમના પ્રત્યે દ્વેષ થયો. જેમ પ્રથમ કોઈ મિત્રથી રાગ કરતો હતો પછી તેના દોષ જોઈ દ્વષરૂપ ઉદાસ થયો તેમ શરીરાદિ ઉપર પ્રથમ રાગ હતો, પછી તેમને અનિત્યાદિ જાણી તેનાથી ઉદાસ થતાં, તેની પ્રત્યે દ્વેષ કરનારો થયો, એ કાંઈ સાચી અનુપ્રેક્ષા નથી.
એક ઉપદેશક કહેતા હતા કે રાગના કારણરૂપ સ્ત્રી, ધનાદિ ઉપર એવો દ્વેષ કરો કે તેના પ્રત્યે જરા પણ રાગ ન રહે. તો શું પર ચીજથી રાગ દ્વેષ, મોહ થાય છે? શું પરચીજનું ગ્રહણ-ત્યાગ કરી શકાય છે? તત્ત્વજ્ઞાનપૂર્વક જ્ઞાતામાત્ર સ્વભાવમાં સ્થિરદશા થતાં સહજ પર ચીજ પ્રત્યેના રાગનો ત્યાગ થઈ જાય છે, ને પર વસ્તુ તો તેના કારણે છૂટી જાય છે. અજ્ઞાનીને કર્તાબુદ્ધિનો મોહ છે. ભૂમિકાનુસાર સમયે સમયે રાગ થાય છે તેને પણ છોડી શકાતો નથી. આત્મા તો માત્ર જ્ઞાતા રહી શકે છે, તેની અજ્ઞાનીને ખબર નથી. તેથી પર ચીજને છોડું ને પર સંયોગથી દૂર રહું તો શાંતિ થાય-ધર્મ થાય-એમ તે માને છે; પણ પોતાના જ્ઞાનાનંદ સ્વરૂપને તથા શરીરાદિનો જે સ્વભાવ છે તેને જાણી, ભ્રમ છોડી, કોઈ પરને ભલાં-બૂરાં ન માનતાં માત્ર જ્ઞાતાદરા રહેવું તેનું નામ સાચી ઉદાસીનતા છે. નિશ્ચય તત્ત્વાર્થશ્રદ્ધાનપૂર્વક સ્વસમ્મુખ થઈ, યથાર્થ જ્ઞાતાપણામાં જેટલી એકાગ્રતા વધે છે, તેનું નામ સંવર-નિર્જરાનું કારણ સાચી અનુપ્રેક્ષા છે. શુભરાગ રહ્યો તે વ્યવહાર અનુપ્રેક્ષા છે. તે તો આસ્રવ છે.
વળી ક્ષુધાદિ થતાં તેના નાશનો ઉપાય ન કરવો, આહારાદિ ન લેવા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com