________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[૧૪૭ जिनपुङ्गवप्रवचने मुनीश्वराणां यदुक्तमाचरणम्। सुनिरूप्य निजां पदवी शक्तिं च निषेव्यमेतदपि।। २००।।
-પુરુષાર્થ સિદ્ધયુપાય પર જીવોની રક્ષા હું કરું છું-એવી બુદ્ધિથી પ્રવર્તે અને તે રક્ષાના શુભ પરિણામને જ સંવર માને તે પણ અજ્ઞાની છે. પર જીવની હિંસાના પરિણામને તું પાપ કહે છે, ને રક્ષાના પરિણામને તું સંવર કહે છે, તો પછી પુણ્ય બંધ કોનાથી થશે? માટે પરની રક્ષાના શુભ પરિણામ તે સંવર નથી પણ શુભ-આસ્રવ છે. પરની રક્ષા તો કરી શકતો નથી; અને પરની રક્ષાનો શુભવિકલ્પ થાય તે પણ આસ્રવ છે; તે સંવર નથી. વીતરાગભાવથી પોતાના ચૈતન્યપ્રાણની રક્ષા કરવી તે નિશ્ચય સંવર-નિર્જરા છે; ને ત્યાં પર પ્રાણીની રક્ષાનો ભાવ તે વ્યવહાર સંયમ કહેવાય છે.
શ્રાવકને પણ અંશે સમિતિ-ગુતિ વગેરે હોય છે. જેટલા મુનિધર્મ છે, તે બધાય શ્રાવકોએ પણ એકદેશ ઉપાસવાયોગ્ય છે; પણ શ્રાવક કહેવા કોને? જેને પહેલાં આત્માના સ્વભાવનું ભાન છે ને સ્વભાવના અવલંબને અંશે રાગ ટળીને વીતરાગી અકષાયી શાંતિ પ્રગટી છે તેટલે અંશે સંવર-નિર્જરા વગેરે ધર્મ છે, તે શ્રાવક છે. સમ્યગ્દર્શન અને પંચમ ગુણસ્થાન વગર શ્રાવક કહેવાય નહિ.
અગિયાર પ્રતિમા તે સ્થૂળરૂપ ભેદ છે. તેમાં એકેક પ્રતિમામાં પણ અનેક પ્રકારના સૂક્ષ્મ પરિણામો હોય છે. મુનિને છઠ્ઠા ગુણસ્થાને શુભભાવ આવે છે ત્યાં સમિતિમાં પરની રક્ષાનો અભિપ્રાય નથી, પણ તે પ્રકારનો હિંસાનો પ્રમાદ ભાવ જ થતો નથી-એટલો વીતરાગભાવ થઈ ગયો છે. તેનું નામ સમિતિ છે. ગમન વગેરેનો શુભરાગ થતાં મુનિને તેમાં અતિ આસક્તિભાવ નથી. એટલે પ્રમાદની પરિણતિ નથી, તેથી તે સમિતિ છે. તેમાં સ્વભાવના અવલંબને વીતરાગભાવ થયો તે નિશ્ચયસમિતિ છે, ને તેને તત્ત્વાર્થસૂત્રમાં સંવર કહ્યો છે; અને ૨૮ મૂળગુણમાં સમિતિ કહી છે તે વ્યવહારસમિતિ છે, ને તે પુણ્યાસ્રવ છે. તે સંવર નથી. અજ્ઞાની તો વ્યવહાર સમિતિને જ ધર્મ માને છે, માટે તે વ્યવહારાભાસી છે.
૨૮ મૂળગુણમાં આવતી સમિતિને સંવર કહે તો તે અજ્ઞાની છે. તત્ત્વાર્થ સૂત્રમાં સમિતિને સંવરનું કારણ કહ્યું છે. તે સમિતિ જુદી અને ૨૮
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com