________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[૧૪૫ છે; છતાં જે પ્રશસ્ત રાગના ભાવથી આસ્રવ થાય તે જ ભાવથી સંવર-નિર્જરા પણ થાય એમ માનવું તે સંવરતત્ત્વમાં ભૂલ છે.
ફાગણ વદ ૫ ગુરુવાર, તા. ૫-૩-પ૩ શુભરાગ સંવર નથી; પણ આસવ છે આત્મામાં પંચમહાવ્રત, ભક્તિ વગેરેના પરિણામ થાય તે શુભરાગ છે. તે આસ્રવ છે. તે રાગને આસ્રવ પણ માનવો ને તેને જ સંવર પણ માનવો તે ભ્રમ છે. એક જ ભાવથી-શુભરાગથી આસ્રવ તથા સંવર બને કેમ થાય? મિશ્રભાવનું જ્ઞાન સમ્યગ્દષ્ટિને જ હોય છે. સમ્યગ્દષ્ટિને પણ જે રાગ છે તે ધર્મ નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર રાગરહિત છે તે જ ધર્મ છે. હું જ્ઞાયક છું-એવા સ્વભાવનાં શ્રદ્ધા-જ્ઞાનથી જેટલો વીતરાગભાવ થયો તે સંવરધર્મ છે, ને તે જ સમયે જે રાગ બાકી છે તે આસ્રવ છે. એક જ સમયમાં આવો મિશ્રરૂપ ભાવ છે; તેમાં વીતરાગ અંશ અને સરાગ અંશ બનેને ભિન્ન ભિન્ન ધર્મી જીવ ઓળખે છે. પહેલાં વ્યવહાર અને પછી નિશ્ચય-એમ નથી. વ્યવહારનો શુભરાગ તો આસ્રવ છે આસ્રવ તે સંવરનું કારણ કેમ થાય? પહેલો વ્યવહાર, અને તે વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય એવી દષ્ટિથી તો સનાતન જૈન પરંપરામાંથી જુદા પડીને શ્વેતાંબરો નીકળ્યા અને દિગંબર સંપ્રદાયમાં રહીને પણ કોઈ એમ માને કે રાગ કરતાં કરતાં ધર્મ થશે, વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે –તો એમ માનનાર પણ શ્વેતાંબર જેવા જ અભિપ્રાયવાળો છે, તેને દિગંબર જૈનધર્મની ખબર નથી.
જેણે રાગનો આદર કર્યો કે “રાગ કરતાં કરતાં સમ્યગ્દર્શન થઈ જશે, પહેલાં વ્યવહારની ક્રિયા સુધારો પછી ધર્મ થશે.'—એમ માનનારે દિગંબર જૈનશાસનને કે મુનિઓને માન્યા નથી. પોતાને દિગંબર જૈન કહેવડાવે પણ જૈનધર્મ શું છે તેની તેને ખબર નથી. તે જીવ વ્યવહારાભાસી મિથ્યાદષ્ટિ છે. વસ્તુ એક સમયમાં સામાન્યશક્તિનો ભંડાર છે; અને વિશેષરૂપ પર્યાય છે તેમાં અભેદરૂપ સામાન્યની દૃષ્ટિ કરે તો પર્યાયમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટે. તે અભેદનો આશ્રય તો કરતો નથી, ને વ્યવહાર કરતાં કરતાં તેના આશ્રયે કલ્યાણ માને છે તે વ્યવહારમૂઢ મિથ્યાષ્ટિ છે. સ્વભાવની દૃષ્ટિ પ્રગટ કરીને નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન થયું ત્યાં જે રાગ રહ્યો તેને ઉપચારથી વ્યવહાર કહ્યો છે, પણ ધર્મીની દ્રષ્ટિમાં તેનો આદર નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com