________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
૧૪૪ ]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો ભાવ સ્વતંત્ર છે. જીવ જીવથી છે, સંવર સંવરથી છે-એમ સાતે સ્વતંત્ર છે. એમ નિર્ણય કર્યા પછી જીવના આશ્રયે સંવર પ્રગટે છે એમ સાપેક્ષ કહેવાય.
શુભ-અશુભ પરિણામ બન્ને અશુદ્ધ છે. આત્માના આશ્રયે પરિણામ થાય તે શુદ્ધ છે. અહિંસાદિરૂપ શુભાસ્રવને અજ્ઞાની સંવર માને છે, તે સંવતત્ત્વમાં ભૂલ છે. પ્રશ્નઃ- મુનિને એક જ કાળમાં એ ભાવ થાય છે ત્યાં તેમને બંધ પણ થાય છે તથા સંવર-નિર્જરા પણ થાય છે એ કેવી રીતે?
ઉત્ત૨:- એ ભાવ મિશ્રરૂપ છે. ચિદાનંદ આત્માના આત્માના આશ્રયે જે વીતરાગી દશા થાય તે સંવર છે, ને જેટલો રાગ બાકી છે તે આસવ છે. અકષાય પરિણિત થાય તે વીતરાગી ભાવ છે ને તે મુનિપણું છે. જેટલો રાગ બાકી છે તે વ્યવહાર છે. બંધનું કારણ છે. જો વ્યવહા૨ સર્વથા ન હોય તો કેવળદશા હોવી જોઈએ, ને જો વ્યવહારથી લાભ માને તો મિથ્યાદષ્ટિ થઈ જાય છે. સાધકજીવને અંશે શુદ્ધતા છે ને અંશે અશુદ્ધતા છે. તે શુભરાગને હૈય માને છે.
કોઈ પ્રશ્ન કરે કે આવો શુભરાગ લાવવો કે નહિ?
સમાધાનઃ- કયા રાગને ફેરવી શકીશ? ચારિત્રગુણની ક્રમબદ્ધપર્યાય જે થવાની તે થવાની, તેને કેવી રીતે ફેરવવી? જ્ઞાનીને શુભરાગ ફેરવવાની દૃષ્ટિ નથી, પોતાના સ્વભાવમાં એકાગ્ર થવાની ભાવના છે.
શ્રી ઉમાસ્વામી તત્ત્વાર્થશ્રદ્ધાન કહે છે, તે સાતના ભાવભાસન વિના કર્મનો ઉપશમ, ક્ષયોપશમ અથવા ક્ષય થતો નથી. પંચાસ્તિકાયની ગાથા ૧૭૩ ની ટીકામાં જયસેન આચાર્યે તત્ત્વાર્થસૂત્રને દ્રવ્યાનુયોગના શાસ્ત્ર તરીકે ગણ્યું છે, ને દ્રવ્યાનુયોગમાં દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેની વ્યાખ્યા આવે છે. અહીં તત્ત્વાર્થનું યથાર્થ ભાસન નથી તેની વાત ચાલે છે. મિથ્યાદષ્ટિને ભાવનું ભાસન નથી. તેને નામ નિરપેક્ષથી અથવા આગમદ્રવ્યનિક્ષેપથી તત્ત્વશ્રદ્ધા કહેવાય. આગમથી ધારણ કરી લે પણ પોતાને ભાવનું ભાસન નથી, તેથી તેને સાચી શ્રદ્ધા નથી. તે વાત અહીં નથી. અહીં તો નિશ્ચય સમ્યગ્દર્શનની વાત છે.
અહીં સંવરમાં ભૂલ બતાવે છે. એક ક્ષણમાં જે મિશ્રભાવ થાય છે તેમાં બે કાર્ય તો બને, પણ મહાવ્રતાદિના પરિણામ આસ્રવ છે, તેને સંવ-નિર્જરા માનવા તે ભ્રમ છે. અંતર નિર્વિકલ્પ શાંતિ ને આનંદ ઉત્પન્ન થાય તે સંવર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com