________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો પડે છે–એમ અહીં બતાવે છે. બંધ નુકશાનકારક છે ને અબંધ સ્વભાવ હિતકારક છે. તે સમજણ વિના પુણ્ય બંધને હિતકારી માને તે બંધ તત્ત્વમાં ભૂલ કરે છે.
ફાગણ વદ ૪ બુધવાર તા. ૪-૩-૫૩ તત્ત્વાર્થશ્રદ્ધાન નિશ્ચય સમ્યગ્દર્શનનું લક્ષણ છે. તે લક્ષણ ચોથા ગુણસ્થાનથી માંડી સિદ્ધમાં પણ રહે છે. તત્ત્વાર્થશ્રદ્ધાનો નિશ્ચય સમ્યગ્દર્શન છે. જો તત્ત્વાર્થશ્રદ્ધાન વ્યવહાર હોય તો સિદ્ધમાં તેવો વ્યવહાર હોતો નથી, ને ત્યાં તત્ત્વાર્થશ્રદ્ધાન તો સંભવે છે, માટે તત્ત્વાર્થશ્રદ્ધાન નિશ્ચય સમ્યગ્દર્શન છે. મોક્ષમાર્ગ-પ્રકાશક પૃષ્ઠ૩ર૩માં કહ્યું છે કે કેવળી સિદ્ધભગવાનને પણ તત્ત્વાર્થશ્રદ્ધાન લક્ષણ સમ્યકત્વ હોય છે જ; માટે ત્યાં આવ્યાતિપણું નથી.
- તત્ત્વ એટલે ભાવ. જીવનો ભાવ જ્ઞાયક છે. વ્યવહાર રત્નત્રયનો ભાવ આત્માના આનંદને લૂંટનારો છે; એમ ભાવનું ભાન થવું તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. જીવનો જ્ઞાયકસ્વભાવ છે, અજીવનો સ્વભાવ જડ છે, પુણ્ય-પાપ બન્ને આસ્રવ છે-હેય છે, બંધ અહિતકારી છે, સંવર-નિર્જરા હિતરૂપ છે ને મોક્ષ પરમ હિતરૂપ છે-એવું ભાન થવું તે તત્ત્વાર્થશ્રદ્ધાન છે. વળી મોક્ષશાસ્ત્રના પહેલા અધ્યાયના ચોથા સૂત્રમાં “નીવાળીવાસ્ત્રવવંધસંવરનિર્નર મોક્ષારસ્તત્ત્વમ્' કહ્યું છે. ત્યાં “તત્વમ્' એક વચન કહ્યું છે. માટે ત્યાં નિશ્ચય સમ્યગ્દર્શનની વાત છે. રાગરહિત ભાવની વાત છે. સ્વપર-પ્રકાશક જ્ઞાનસ્વભાવ-એકમાં સાતનું ભાવભાસન રાગરહિત થવું તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. વળી તત્ત્વાર્થસૂત્રમાં સમ્યગ્દર્શનના નિસર્ગજને અધિગમજ એવા બે ભેદ બતાવ્યા છે, તે વ્યવહારના ન હોઈ શકે; માટે તત્ત્વાર્થશ્રદ્ધાન સમ્યગ્દર્શન તે નિશ્ચય સમ્યગ્દર્શન છે.
તીર્થકરની વાણીથી કોઈને લાભ થતો નથી. જે પરિણામથી તીર્થંકર પુણ્યપ્રકૃત્તિ બંધાણી તે પરિણામ જીવને પોતા માટે હેય છે પ્રકૃત્તિ અહિતકર છે. તો પછી બીજાને હિતકર કેમ હોય? અજ્ઞાની જીવ તીર્થંકર પુણ્યપ્રકૃત્તિથી લાભ માને છે ને તેનાથી ઘણા જીવો તરે છે એમ માને છે તે ભૂલ છે. પોતે પોતાના કારણે તરે છે તો તીર્થકરની વાણીને નિમિત્ત કહેવાય, તેમ તે સમજતો નથી. આ પ્રમાણે શુભાશુભ ભાવો વડે કર્મબંધ થાય તેને ભલો-બૂરો જાણવો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com