________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો ]
[૧૪૧
ભક્તિમાં આવે કે હે ભગવાન! તમારી પાસેથી એક દેવ મોલો વગેરે નિમિત્તનું કથન છે. અજ્ઞાની જીવ સંયોગની ભાવના કરે છે. પાપના બંધને ખરાબ માને કેમ કે તેનાથી પ્રતિકૂળ સામગ્રી મળશે, ને પુણ્યબંધથી અનુકૂળ સામગ્રી મળશે માટે તેને સારો માને એ બંધતત્ત્વની ભૂલ છે. પુણ્ય-પાપ પરિણામથી બંધ થશે ને સામગ્રી મળશે. તેમાં કોઈ સામગ્રીને અનુકૂળ ને કોઈને પ્રતિકૂળ માનવી તે મિથ્યાદર્શનશલ્ય છે. અહીં વ્રત-તપ કરો તો સ્વર્ગમાં જવાશે ને ત્યાંથી ભગવાન પાસે જવાશે, ને ત્યાં સમ્યગ્દર્શન પામશું-એમ અજ્ઞાની માને છે. સંયોગ ઉપ૨ તેની દૃષ્ટિ છે પણ સ્વભાવ ઉપર દૃષ્ટિ નથી, તેને પોતાના આત્મા પાસે આવવું નથી. બંધન અહિતકર છે, પુણ્ય-પાપ હૈય છે, સંવર-નિર્જરા હિતકર છે ને મોક્ષ ૫૨મ હિતકર છે એવી ઓળખાણ નથી તે મિથ્યાદષ્ટિ છે. બંધતત્ત્વમાં પુણ્યથી સારો બંધ પડયો એમ માની હરખ કરે છે, તે મિથ્યાદષ્ટિ છે.
અહીં પં. ટોડરમલ્લજી કહે છે કે પુણ્ય-પાપથી સામગ્રી મળે છે. અત્યારે કોઈ વર્તમાન પંડિત કહે છે કે સામગ્રી પુણ્ય-પાપથી મળતી નથી, તો તે ભૂલ છે. જેમ સારાં હવા પાણી આદિ અનુકૂળ સામગ્રી મળે તે વખતે જીવ રાગ કરે છે ને સાપ, ઝેર વગેરે પ્રતિકૂળ મળે તે વખતે દ્વેષ કરે છે, તેમ આ જીવ પુણ્યથી ભવિષ્યમાં અનુકૂળ પદાર્થો મળશે એમ માની રાગ કરે છે, ને પાપથી પ્રતિકૂળ મળશે એમ માની દ્વેષ કરે છે;–આમ તેને રાગદ્વેષ કરવાનું શ્રદ્ધાન થયું. માટે એના અભિપ્રાયમાં મિથ્યાત્વ છે. જેવી રીતે આ શરીર સંબંધી સુખ-દુ:ખ સામગ્રીમાં રાગદ્વેષ કરવો થયો તેમ ભવિષ્યમાં અનુકૂળ-પ્રતિકૂળ સામગ્રી પ્રત્યે રાગદ્વેષ કરવો થયો.
વળી દયાદાનાદિ શુભ પરિણામથી તથા હિંસાદિ અશુભ પરિણામથી અદ્યાતિ કર્મોમાં ફેર પડે છે. શુભથી શાતા બંધાય છે ને અશુભથી અશાતા બંધાય છે, શુભથી વેદનીય, આયુ, નામ; ગોત્રમાં ફેર પડે છે, પણ અઘાતિકર્મો કાંઈ આત્મગુણનાં ઘાતક નથી. શુભાશુભભાવોથી ઘાતિકર્મોનો બંધ તો નિરંતર થાય છે કે જે સર્વ પાપરૂપ જ છે. અહીં ઓછાવત્તા બંધનો પ્રશ્ન નથી. પુણ્યથી ઘાતિકર્મોમાં ૨સ ઓછો પડે પણ બંધ તો નિરંતર છે. શુભ હોય કે અશુભ હોય તો પણ મિથ્યાદષ્ટિને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય ને અંતરાયનો બંધ નિરંતર પડે છે. સમ્યગ્દષ્ટિને પણ શુભભાવ વખતે તેનો બંધ પડે છે. તે સર્વ પાપરૂપ જ છે ને એ જ આત્મગુણનાં ઘાતક છે. શુભ વખતે પણ બંધ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com