________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[ ૧૫૧ છે. વ્રતાદિનો શુભરાગ છે તે આસ્રવ છે. તે આસ્રવ તો બંધનો સાધક છે ને ચારિત્ર તો વીતરાગભાવમાત્ર હોવાથી, મોક્ષનું સાધક છે. તેથી એ મહાવ્રતાદિરૂપ શુભભાવને ચારિત્રપણું સંભવતું નથી. અજ્ઞાનીના વ્રત ઉપચારથી પણ વ્રત કહેવાતાં નથી.
નિશ્ચય સમ્યગ્દર્શન પૂર્વક સ્વસમ્મુખ વીતરાગભાવ થાય તેટલું ચારિત્ર છે; અને મહાવ્રતાદિ શુભરાગ મુનિદશામાં થાય છે તે ચારિત્ર નથી, પણ ચારિત્રનો મળ છે-દોષ છે. એને નહિ છૂટતો જાણી તેનો ત્યાગ કરતા નથી અને અવ્રતાદિ અશુભરાગનો ત્યાગ કરે છે, પણ તે શુભાસૂવને ધર્મ માનતા નથી. જેમ કોઈ કંદમૂળાદિ ઘણા દોષવાળી લીલોતરીનો ત્યાગ કરે ને કોઈ દૂધી આદિ લીલોતરી ખાય પણ તેને ધર્મ માને નહિ; તેમ મુનિ હિંસાદિ તીવ્રકષાયભાવરૂપ અવતનો ત્યાગ કરે છે તથા અકષાયદષ્ટિ અને સ્થિરતાપૂર્વક મંદકષાયરૂપ મહાવ્રતાદિ પાળે છે; પણ વ્રતાદિ આસ્રવને મોક્ષમાર્ગ માનતા નથી.
વીર સં. ૨૪૭૯ ફાગણ વદી ૭ શનિવાર, તા. ૭-૩-પ૩ વ્યવહારાભાસીનું વર્ણન ચાલે છે. સાત તત્ત્વોનો ભાવ ભાસ્યા વિના અગૃહીત મિથ્યાત્વ ટળતું નથી. તેવો જીવ સંવર તત્ત્વમાં શું ભૂલ કરે છે તે બતાવે છે.
પ્રશ્ન- જો એ પ્રમાણે છે તો ચારિત્રના તેર ભેદોમાં એ મહાવ્રતાદિકને કેમ કહ્યાં છે?
ઉત્તર:- ત્યાં તેને વ્યવહાર-ચારિત્ર કહેલ છે. ચરિત્ર જેવું છે તેવું ન માને તે સંવરતત્ત્વમાં ભૂલ છે. વ્યવહાર ઉપચારનું નામ છે. મુનિદશામાં અકષાય આનંદ હોય છે ને વિકલ્પ વખતે પાંચ મહાવ્રતના પરિણામ આવે છે. એવો સંબંધ જાણી, મહાવ્રતમાં ચારિત્રનો ઉપચાર કરે છે. ચારિત્ર સાક્ષાત્ મોક્ષમાર્ગ છે, ને સમ્યગ્દર્શન પરંપરા મોક્ષમાર્ગ છે. તત્ત્વાર્થશ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહે છે. આત્મામાં અકષાય શાંતિ પ્રગટે તે ચારિત્ર છે. તેવું ચારિત્ર પ્રગટ થયું છે તેવા મુનિના પાંચ મહાવ્રતને ઉપચારથી ચારિત્ર કહ્યું છે. નિશ્ચયથી નિષ્કષાયભાવ છે તે જ સાચું ચારિત્ર છે. એ પ્રમાણે સંવરના કારણોને અન્યથા જાણે છે. તેથી અગૃહીત મિથ્યાત્વ છૂટતું નથી. મહાવ્રતાદિના પરિણામને સંવર માને તો સાચો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com