________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો તેમ અનશન, પ્રાયશ્ચિત, વિનય આદિને તપ કહ્યા તેનું કારણ અનશનાદિ સાધનથી પ્રાયશ્ચિતરૂપ પ્રવર્તતાં વીતરાગ ભાવરૂપ સત્યત: પોષી શકાય છે. તેથી એ અનશન, પ્રાયશ્ચિત વગેરેને ઉપચારથી તપ કહ્યા છે, પણ કોઈ વીતરાગભાવરૂપ તપને તો ન જાણે પણ બાર તપને તપ જાણી સંગ્રહુ કરે તો સંસારમાં ભમે. લોકો બહારના તપમાં ધર્મ માને છે. કુદેવાદિને માને ત્યાં તો ગૃહીત મિથ્યાત્વનો ત્યાગ નથી. તેને તપશ્ચર્યા કેવી? અજ્ઞાનીની તપશ્ચર્યામાં સાચી તપશ્ચર્યા માનવી ને મનાવવી તે મોટું પાપ છે. દષ્ટિની ખબર નથી. સાચી વાત રૂચે નહિ ને વ્રત ધારણ કરે, તે જૈન નથી. તેને પોતાની ખબર નથી. વ્યવહાર સહિત સાત તત્ત્વની પૃથતાની ખબર નથી તેને તત્ત્વાર્થશ્રદ્ધાન કયાંથી હોય? ન જ હોય.
માટે આટલું સમજી લેવું કે નિશ્ચયધર્મ તો વીતરાગતા છે. પુણ્યપાપરહિત પોતામાં શુદ્ધતા થાય છે તે વીતરાગભાવ છે.
વીર સં. ૨૪૭૯ ફાગણ વદ ૧૧ બુધવાર, તા. ૧૧-૩-૫૩ વ્યવહારાભાસીનો અધિકાર ચાલે છે. સાત તત્ત્વોનો જેવો ભાવ છે તેવા ભાવનો ખ્યાલ નથી તે વ્યવહારાભાસી છે, નિર્જરાતત્ત્વ શું છે તેનો વિચાર કરવો જોઈએ. કર્મનું છૂટવું તે દ્રવ્ય-નિર્જરા છે. પર્યાયમાં શુદ્ધિનું વધવું એટલે કે પુણ્યપાપ રહિત સ્વરૂપમાં લીનતા થવી તે ભાવ-નિર્જરા છે, તે ધર્મ છે. રસપરિત્યાગ, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય વગેરે ધર્મ નથી, તેને ઉપચારથી તપ કહ્યો છે. જાણવુંદેખવું મારો સ્વભાવ છે, રાગદ્વેષ મારો સ્વભાવ નથી એમ શ્રદ્ધા કરી સ્વરૂપમાં લીનતા થવી તે ધર્મ છે. વીતરાગ ભાવ હોય તો ઉપવાસને નિમિત્ત કહે છે. દષ્ટિપૂર્વક અધિકારી પરિણામને નિર્જરા કહે છે. બાહ્ય તપને ઉપચારથી ધર્મસંજ્ઞા કહી છે. દ્રવ્ય-ગુણ-પર્યાયનો વિચાર કરવો તે રાગ છે. તેવા રાગથી પણ આત્મા જુદો પડે તો નિર્જરા છે. ઉપવાસ નામ ધરાવે પણ સાત તત્ત્વના ભાવનું ભાન નથી તેને ઉપવાસ લંઘન જ છે; તેનાથી ધર્મ નથી. તેનાથી નિર્જરા માને તો મિથ્યાત્વનું પાપ લાગે છે. આહાર ન આવવો તે જડની ક્રિયા છે. કષાયમંદતા પુણ્યથી રહિત શુદ્ધ આત્માના આશ્રયે નિર્જરા થાય છે. તેનું રહસ્ય જે જાણતો નથી તેને નિર્જરાની સાચી શ્રદ્ધા નથી. તેથી તેના બાહ્ય ઉપવાસને વ્યવહાર નામ લાગુ પડતું નથી.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા તે મોક્ષમાર્ગ છે. તેમાં નિર્જરા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com