________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૬ ]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો ખોટું ઠરે. પં. બનારસીદાસે ૫૨માર્થવનિકામાં કહ્યું છે કે તે અનંતતાના સ્વરૂપને કેવળજ્ઞાની પુરૂષ પણ અનંત જ દેખે, જાણે, કહે. અનંતનો બીજો અંત છે જ નહિ, કે જે જ્ઞાનમાં ( અંતરૂપે) ભાસે, તેથી અનંત રૂપ જ પ્રતિભાસે છે. ચૈતન્ય-અગ્નિ પોતાના જ્ઞાનસ્વભાવના સામર્થ્યથી પોતાના દ્રવ્યસહિત લોકાલોકને ન જાણે તો તે કેવળજ્ઞાન નથી. આત્મપ્રભુ શક્તિએ પરિપૂર્ણ છે તે પર્યાયમાં પૂર્ણ થઈ જાય છે. લોકાલોકને વ્યવહા૨ે જાણે છે. એમાં પણ જે ભૂલ કરે છે, તે તો મિથ્યાદષ્ટિ છે; પણ એકલા લોકાલોકને જ જાણે છે એમ માને તે પણ મિથ્યાદષ્ટિ છે. પોતાને જાણતાં પરને જાણી લે છે.
,
વળી અજ્ઞાની, સિદ્ધ ભગવાનને ત્રૈલોક્યપૂજ્યપણું માને છે પણ તે તો વ્યવહાર છે. પોતાનો સ્વભાવ પૂજ્ય છે; તેની શક્તિના વિશ્વાસથી ત્રૈલોક્ય પૂજ્યપણું પ્રગટ થાય તેમ છે તેવી તેને ખબર નથી. આમ સિદ્ધનો મહિમા બહારથી કહે છે. દુઃખ દૂર કરવાની, શેયને જાણવાની, તથા પૂજ્ય થવાની ઈચ્છા તો સર્વ જીવોને છે. તેથી કાંઈ અપૂર્વતા નથી. પોતાનો સ્વભાવ પરિપૂર્ણ છે તેનો ભરોસો નથી. શ્રીમદ્ રાજચંદ્રજી લખે છે કે- જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી પણ જેના વચનના વિચારયોગે શક્તિપણે કેવળજ્ઞાન છે, એમ સ્પષ્ટ જાણ્યું છે; ' એમ પર્યાયમાં ખ્યાલમાં આવ્યું છે. શક્તિરૂપ છે તો પર્યાયમાં કેવળજ્ઞાન થશે. વળી શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે. મારું કેવળજ્ઞાન અલ્પકાળમાં પ્રગટ થશે એમ ભરોસો આવ્યો છે. વિચારદશાએ એટલું જ્ઞાન થયું છે કે કેવળજ્ઞાન પ્રગટ થશે ને ઈચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે. ઈચ્છા વર્તે છે કે ટૂંક સમયમાં કેવળજ્ઞાન પ્રગટ કરીશ. મારો આત્મા કેવળજ્ઞાનશક્તિથી ભરપૂર છે. પ્રથમ કેવળજ્ઞાન શક્તિ માની ન હતી. હવે માન્યું કે કેવળજ્ઞાન બહારથી આવશે નહિ, પણ મારામાંથી આવશે-એમ શ્રદ્ધાથી કેવળજ્ઞાન વર્તે છે. મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે. વર્તમાન પર્યાયને ગૌણ કરીને દ્રવ્યાર્થિકનયથી કેવળજ્ઞાન વર્તે છે.
આ મોક્ષતત્ત્વની યથાર્થ પ્રતીતિ છે. જેને મોક્ષની પ્રતીતિ નથી તેને સમ્યગ્દર્શન નથી. વળી દુઃખ દૂર થવું તેને સિદ્ધદશા થઈ કહે છે. દુઃખ દૂર થવું તે નાસ્તિકની વાત કરી પણ અસ્તિ શું છે? લોકાલોકને જાણવું તે વ્યવહારથી વાત કરી પણ નિશ્ચય શું છે? મારો જ્ઞાનસ્વભાવ મારાથી છે એની ખબર નથી. પોતાના આશ્રયે કેવળજ્ઞાન પ્રગટે છે એવી પ્રતીતિ નથી, પણ ઊંડે ઊંડે કાંઈક ભેદ, વિકાર કે રાગના આશ્રયે ધર્મ માને છે. રાગથી મોક્ષતત્ત્વ નથી. નવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com