________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪]
[શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો ઉત્તર- શાસ્ત્રમાં ઋનિરોધસ્તપ: કહ્યું છે. શુભ-અશુભ ઈચ્છા બન્નેનો નાશ કરવો તે તપ છે. ઈચ્છાને રોકવી તેનું નામ તપ છે. તે પણ ઉપદેશનું કથન છે. જે ઇચ્છા થાય છે તેને રોકી શકાય છે? પોતાના જ્ઞાનસ્વભાવમાં લીન થતાં ઈચ્છા ઉત્પન્ન જ ન થઈ તેને ઈચ્છા રોકી એમ કહેવાય છે. પહેલી પર્યાયમાં ઈચ્છા હતી તે બીજી પર્યાયમાં સ્વભાવમાં લીનતા થતાં ઉત્પન્ન ન થઈ તે નિર્જરા છે. તેથી તપ વડે નિર્જરા કહી છે.
પ્રશ્ન:- આહારાદિરૂપ અશુભની ઈચ્છા તો દૂર થતાં જ તપ થાય. પરંતુ જ્ઞાનીને ઉપવાસાદિ કે પ્રાયશ્ચિત કરવાની ઇચ્છા તો કહે છે ને?
ઉત્તર- ધર્મી જીવને ઉપવાસાદિની ઈચ્છા નથી, એક શુદ્ધ ઉપયોગની ભાવના છે. ઉપવાસ થાય છે ત્યાં આહાર આવવાનો જ ન હતો. ઈચ્છા તૂટી માટે આહાર અટકી ગયો-એમ છે જ નહિ. સ્વભાવમાં લીન થતાં ઈચ્છા તૂટી જાય છે; તે પણ તોડવી પડતી નથી. કોઈ પૂછે કે ઈચ્છા કરી હોત તો આહાર આવત ને? એ પ્રશ્ન જ નથી. પોતાના જ્ઞાનસ્વભાવમાં લીનતા થતાં ઈચ્છા ઉત્પન્ન ન થઈ, ને આહાર તો તેના કારણે ન આવ્યો એ ઉપવાસ છે.
જ્ઞાનીને ઉપવાસાદિની ઈચ્છા નથી, હું જ્ઞાયક ચિદાનંદ સ્વરૂપ છું—એવું ભાન છે; એક શુદ્ધ ઉપયોગની ભાવના છે; પણ આસ્રવની ઈચ્છા નથી, સોળ કારણભાવના રાગ છે. તેની પણ ભાવના જ્ઞાનીને નથી. ઉપવાસાદિ કરતાં શુદ્ધોપયોગ વધે છે, તેથી તેઓ ઉપવાસાદિ કરે છે. એટલે કે પોતાના સ્વભાવના લક્ષે શાંતિ વધે છે; તો ઉપચારથી નિર્જરા થઈ એમ કહેવામાં આવે છે. વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. માટે દ્રવ્ય-ગુણ-પર્યાયના સ્વરૂપનો નિર્ણય કરવો જોઈએ.
એ ધર્મી જીવ અથવા મુનિ જાણે કે ઉપવાસના પરિણામ સહજ આવતા નથી, ને શરીરમાં શિથિલતા દેખાય છે તથા શુદ્ધોપયોગ શિથિલ થતો જણાય છે તો ત્યાં તેઓ આહારાદિ ગ્રહણ કરે છે. ધર્માત્મા જ્ઞાની દેખે કે પોતાના પરિણામમાં સહજ શાંતિ રહેતી નથી, તો આહારાદિ લે છે. જ્ઞાની હઠથી ઉપવાસ કરતા નથી. પરિણામ તપાસીને તપ કરે છે. જ્યાં હઠ છે ત્યાં લાભ નથી. મુનિપણું કે પ્રતિમા હુઠથી નભાવવા તે વ્યાજબી નથી.
જ્ઞાની તત્ત્વજ્ઞાન થયા પછી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈને પ્રતિમા કે મુનિપણું લે છે. દેખાદેખીથી પ્રતિમા લેતા નથી. તે બધી દશા સહજ હોય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com