________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો રાગનો અભાવ થવો તે ભાવનિર્જરા છે ને કર્મનું ખરવું તે દ્રવ્યનિર્જરા છે.
જીવ જેવા પરિણામ કરે તેવો બંધ પડે છે. બાહ્ય પ્રતિકૂળતા સહે છે માટે પુણ્ય થતું નથી. જેમ અન્નને પ્રાણ કહ્યા છે તે ઉપચારમાત્ર છે, આયુપ્રાણ વિના જીવ જીવતો નથી, જો આયુષ્યપ્રાણ હોય તો અન્નને નિમિત્ત કહેવાય છે, તેમ ઉપવાસ આદિ બાહ્યસાધન થતાં અંતરંગ તપની વૃદ્ધિ થાય છે એટલે કે શુદ્ધ ચિદાનંદના ભાનપૂર્વક અંતર લીનતા કરે તો ઉપવાસને બાહ્યસાધન કહેવાય છે. ચિદાનંદ આત્મા વિભાવરહિત છે એવા ભાન વિના ધર્મ થતો નથી. કુદેવાદિની શ્રદ્ધા છોડી હોય, સાચા દેવાદિની શ્રદ્ધા થઈ હોય, ને તે વિકલ્પનો પણ આદર ન હોય તથા આત્માનું ભાન વર્તે છે તેવા જીવને અંતર લીનતાથી તપ થાય છે.
હજારો રાણીઓનો ત્યાગ કર્યો હોય; ઉપવાસ કર્યા હોય, પણ આત્માના ભાન વિના બધું વ્યર્થ છે. જે રાગમાં રોકાયો છે ને તેને ધર્મ માને છે તે મિથ્યાદષ્ટિ છે. જે બાહ્ય તપ તો કરે પણ અંતરંગ તપ ન હોય તો તેને ઉપચારથી પણ તપ કહેવાતો નથી. સ્વભાવની ભાવના હોય તો બાહ્ય તપને નિમિત્ત કહેવાય છે. નિશ્ચયનયનું ભાન હોય તો વ્યવહાર કહેવાય છે. અજ્ઞાની કહે છે કે જેમ દુકાનમાં માલ ભર્યો હોય તો ભાવ વધે, તેમ શુભરાગાદિરૂપ માલ હોય તો આગળ વધાય; પણ તે વાત ખોટી છે. શુભરાગ માલ જ નથી. ખરેખર તો આત્માનું ભાન હોય તો ભાવ વધે. મારો જ્ઞાનસ્વભાવ વીતરાગી છે એવી દષ્ટિ હોય તો લીનતા થાય છે, પણ જેને દ્રવ્યદૃષ્ટિ નથી તેને તપ સંજ્ઞા નથી.
આત્માના ભાન વિનાનો ઉપવાસ લાંધણ છે વળી કહ્યું છે કે
कषायविषयाहारत्यागो यत्र विधोयते।
उपवासः स विज्ञेयः शेषं लञ्चनकं विदुः।। જ્યાં કષાય, વિષય અને આહારનો ત્યાગ કરવામાં આવે છે તેને ઉપવાસ જાણવો. બાકીનાને શ્રી ગુરુ લાંઘણ કહે છે. જેને આહારત્યાગની ઈચ્છા નથી, પુણ્ય-પાપની ઇચ્છા નથી ને પર પદાર્થ તરફના વલણનો ત્યાગ છે તેને ઉપવાસ કહે છે. શુદ્ધ ચિદાનંદ આત્માની નજીક વસવું તેને ઉપવાસ કહે છે. અજ્ઞાનીને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com