________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો મૂળગુણવાળી સમિતિ જુદી. તત્ત્વાર્થસૂત્રમાં ૨૮ મૂળગુણવાળી સમિતિને સંવર નથી કહ્યો, પણ સ્વભાવના અવલંબને પ્રગટેલી મુનિઓની વીતરાગ પરિણતિરૂપ નિશ્ચય સમિતિને જ સંવરનું કારણ કહ્યું છે. બન્ને પ્રકાર જુદા છે; તે સમજે નહિ અને વ્યવહાર સમિતિને જ સંવર માને તો તેને સંવરતત્ત્વની ખબર નથી. શુભરાગ તે મુનિપણું નથી. અંતરમાં વીતરાગભાવ થયો છે તે મુનિપણું છે. ત્યાં શુભરાગ રહ્યો તે વ્યવહારસમિતિ છે-આસ્રવ છે. યથાર્થ સમજણ વગર એકલા સંપ્રદાયના નામથી કાંઈ તરી જવાતું નથી. સમજણ કરીને યથાર્થ નિર્ણય કરવો જોઈએ.
છઠ્ઠી-સાતમા ગુણસ્થાનવાળા મુનિ ચાલતા હોય, પ્રમાદભાવ ન હોય ને કોઈ લીમડાનો સૂક્ષ્મ કોર પગ નીચે આવી જાય, ઝાડ ઉપરથી જીવજંતુ શરીર ઉપર પડીને ગરમીથી મરી જાય, ત્યાં મુનિને કોઈ દોષ નથી, કેમ કે તેની પરિણતિમાં પ્રમાદ નથી. પોતાની પરિણતિમાં પ્રમાદ થાય તો દોષ છે. અહીં તો કહે છે કે જોઈને ચાલવાનો શુભભાવ તે પણ ખરેખર સંવર નથી. જોઈને ચાલે, પ્રમાદ ન કરે, ને કોઈ જીવ ન પણ મરે, છતાં તે શુભરાગથી ધર્મ માને તો તે જીવને સંવરતત્ત્વની ખબર નથી.
સ્વર્ગ-મોક્ષની ઈચ્છાથી કે નરકાદિના ભયથી ક્રોધાદિ ન કરે ને મંદરાગ રાખે, પણ તેથી કાંઈ ધર્મ ન થાય, કેમ કે કષાય શું? અને સ્વભાવ શું? તેનું ભાન નથી. લૌકિકમાં આબરૂ વગેરેના કારણે પરસ્ત્રી સેવન ન કરે, રાજાના ભયથી ચોરી ન કરે, તેથી કાંઈ તેને વ્રતધારી ન કહેવાય; કેમ કે કષાય કરવાનો અભિપ્રાય તો છૂટયો નથી. જેને પુણ્યની પ્રીતિ છે તેને કષાયનો જ અભિપ્રાય પડ્યો છે. જ્ઞાયક સ્વભાવનો જેને અનાદર છે ને રાગનો આદર છે, તે જીવના અભિપ્રાયમાં અનંતાનુબંધી ક્રોધ પડ્યો છે, તે ધર્મી નથી. જેને જ્ઞાયક સ્વભાવનું ભાન નથી અને પરપદાર્થને ઈષ્ટ-અનિષ્ટ માને છે, તે જીવને રાગદ્વેષનો અભિપ્રાય છૂટયો નથી. ભગવાન પંચપરમેષ્ઠી તે ઈષ્ટ અને કર્મ અનિષ્ટ એવી જેની બુદ્ધિ છે તે પણ અજ્ઞાની છે. હું તો જ્ઞાન છું ને બધાં પર દ્રવ્યો મારા શય છે, તેમાં કોઈ મને ઈષ્ટ-અનિષ્ટ નથી; આવું ભાન થયા પછી ધર્મીને શુભરાગ થતાં ભગવાનનું બહુમાન આવે ત્યાં પરમાં ઈષ્ટબુદ્ધિ નથી ને રાગનો આદર નથી; રાગ પરને કારણે થયો નથી. તત્ત્વજ્ઞાનના અભ્યાસથી જ્યારે કોઈ પણ પરપદાર્થ ઈષ્ટ–અનિષ્ટ ન ભાસે ત્યારે રાગના કર્તાપણાનો અભિપ્રાય ન રહે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com