________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬ ]
- [ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો પર્યાયદષ્ટિથી આત્મા રાગથી અભિન્ન છે અને ત્રિકાળી દ્રવ્યની દષ્ટિથી આત્મા રાગથી ભિન્ન જ્ઞાયકસ્વરૂપ છે. ત્યાં ત્રિકાળીની દષ્ટિ કરીને રાગને હેય જાણ્યો, ત્યારે રાગને વ્યવહાર કહેવાય છે. મિથ્યાદષ્ટિ જીવ શુભમાં પ્રવર્તે છે અને તેને ધર્મ માને છે પણ તે વ્યવહારાભાસી છે. નિશ્ચયધર્મની ખબર વગર રાગમાં વ્યવહાર ધર્મનો આરોપ પણ કયાંથી આવે? નિશ્ચય વગર વ્યવહાર કેવો? તે તો વ્યવહારાભાસ છે. વળી સમિતિ-ગુતિ-પરિષહજય અનુપ્રેક્ષા-ચારિત્ર-એને સંવર કહે છે; પણ અજ્ઞાની તેના સ્વરૂપને સમજતો નથી. નિશ્ચય સ્વરૂપના અવલંબન વગર સમિતિ-ગુતિ વગેરે સાચાં હોય નહિ. મનમાં પાપ ન ચિંતવે ને શુભરાગ રાખે, વચનથી મૌન રાખે અને કાયાથી હલનચલનાદિ ન કરે એવી મન-વચન-કાયાની ક્રિયાને અજ્ઞાની જીવ ગુતિ માને છે અને તેને તે સંવર માને છે; પણ મૌન તો જડની ક્રિયા છે, શરીર સ્થિર રહે તે પણ જડની ક્રિયા છે; તથા અંદર પાપચિંતવન ન કર્યું તે શુભરાગ છે, તેમાં ખરેખર સંવર નથી. સ્વભાવની દષ્ટિ થયા પછી શુભાશુભ વિકલ્પ રહિત વીતરાગભાવ પ્રગટયો તે ખરી ગુતિ અને સંવર છે. ત્યાં શરીર સ્થિર હોય ને વાણીની ક્રિયામાં મૌન વગેરે હોય તેને ઉપચારથી કાયમુતિ અને વચનગુતિ કહી છે. એકંદ્રિયને તો સદા મૌન જ છે. પણ તેને કાંઈ ગુપ્તિ ન કહેવાય. અંતરમાં વીતરાગભાવ પ્રગટયા વગર શુભરાગ રાખે તો તે પણ ગુતિ નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે વીતરાગભાવ છે; ત્યાં મન-વચન-કાયાનું અવલંબન નથી, સ્વાધ્યાય વગેરેનો વિકલ્પ પણ નથી.-એવો જે વીતરાગ ભાવ તે જ ગતિ છે અને તે જ સંવર-નિર્જરાનું કારણ છે. કષાયનો કણ પણ મારા સ્વભાવની ચીજ નથી; એવી દષ્ટિ થયા પછી વીતરાગભાવ થતો તે નિશ્ચયગુતિ છે, ને જ્યાં એવી નિશ્ચયગતિ પ્રગટી હોય ત્યાં શુભભાવને વ્યવહારગુમિ કહેવાય છે. પરંતુ વ્યવહારગુતિ તે ખરેખર સંવર નથી. વ્યવહારગુતિ તો આસ્રવ છે નિશ્ચયગુતિ વીતરાગભાવ છે; તે જ સંવર છે.
સમ્યગ્દર્શન થયા પછી સંવર-નિર્જરા હોય છે. સમ્યગ્દર્શન વગર તો સંવરનિર્જરા હોતાં નથી. સમ્યગ્દર્શન પછી સમિતિ-ગુતિ વગેરે ધર્મો મુનિઓને હોય છે, તે સંવર-નિર્જરા છે. સમિતિ-ગુતિ વગેરે જેટલા મુનિના ધર્મો છે તે બધાય ધર્મો અંશે સમ્યગ્દષ્ટિ શ્રાવકને પણ હોય છે, અને શ્રાવકને પણ તેટલા અંશે સંવરનિર્જરા છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com