________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો ]
[૧૪૩
એ જ મિથ્યા શ્રદ્ધાન છે અને એવા શ્રદ્ધાનથી બંધતત્ત્વનું પણ તેને સત્ય શ્રદ્ધાન નથી.
સંવર તત્ત્વના શ્રદ્ધાનની અયથાર્થતા
૫૨ જીવને નહિ મારવાના ભાવ, બ્રહ્મચર્ય પાલનના ભાવ, તેમ સત્ય બોલવાના ભાવ વગેરે ભાવ આસ્રવ છે. તેને અજ્ઞાની સંવ૨ અથવા સંવરનું કારણ માને છે. સંવર અધિકાર છે ને આસવ વિકાર છે. અવિકારનું કારણ વિકાર કયાંથી થાય? માટે તેમ માનનારની મૂળમાં ભૂલ છે. અહીં તત્ત્વાર્થશ્રદ્ધાનની ભૂલ બતાવે છે. તત્ત્વાર્થ એટલે તત્ત્વ+અર્થે. અર્થમાં દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણે આવી જાય છે ને તત્ત્વ એટલે ભાવ. દ્રવ્યનો ભાવ, ગુણનો ભાવ અને પર્યાયનો ભાવ-એમ ત્રણેના ભાવનું ભાસન થવું તે સમ્યગ્દર્શન છે. સાત તત્ત્વમાં જીવ ને અજીવ દ્રવ્ય છે; આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ-એ પર્યાય છે. તેના ભાવનું ભાસન થવું જોઈએ. વળી દ્રવ્ય આસવ, દ્રવ્યબંધ, દ્રવ્યસંવર, દ્રવ્યનિર્જરા, દ્રવ્યમોક્ષ-એ અજીવની પર્યાયો છે; તેનું પણ ભાવભાસન થવું જોઈએ. આમ દ્રવ્ય, ગુણ ને પર્યાયના ભાવનું ભાસન થવું તે સમ્યગ્દર્શન છે.
અહિંસા પરમધર્મ છે. રાગરહિત શુદ્ધદશા-મહાવ્રતાદિના પરિણામથી પણ રહિત દશા-તે અહિંસા છે, તે સંવર છે; ને મહાવ્રતાદિના પરિણામ આસ્રવ છે, તે સંવર નથી.
વળી તત્ત્વાર્થસૂત્રના બીજા અધ્યાયના પહેલાં સૂત્રમાં ઔપમિકભાવને પહેલો લીધો છે, તેથી તત્ત્વાર્થશ્રદ્ધાન સમ્યગ્દર્શનમાં નિશ્ચય સમ્યગ્દર્શનની વાત છે. પારિણામિકભાવ દ્રવ્ય છે ને ઔપમિક, ક્ષાયોપમિક, ઔયિક ને ક્ષાયિક-ચારે પર્યાય છે, તે જીવનું સ્વતત્ત્વ છે. તે સૂત્રમાં પ્રથમ ઔપમિકભાવ લીધો છે, કેમ કે જેને પ્રથમ ઔપશમિકભાવ પ્રગટ થાય છે તે બીજા ભાવોને યથાર્થ જાણી શકે છે. જેને ઔપમિકભાવ પ્રગટયો નથી તે ઔદિયકભાવને પણ યથાર્થ જાણતો નથી.
અજ્ઞાની જીવ સંવરતત્ત્વમાં ભૂલ કરે છે. વ્રત, પ્રતિમા આદિના પરિણામ આસ્રવ છે, સંવર નથી. આત્મા જ્ઞાયક ચિદાનંદ છે, તેના આશ્રયે સમ્યગ્દર્શન પ્રગટે છે. આસવથી સંવર પ્રગટતો નથી. વળી જીવના આશ્રયે સંવર પ્રગટે છે એમ કહેવું તે પણ સાપેક્ષ છે. પ્રથમ નિરપેક્ષ નિર્ણય કરવો જોઈએ. સાતેના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com