________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૦]
| [ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકના કિરણો કરતો નથી, પોતા માટે બનાવેલ આહાર લેતો નથી, ત્યારે તો શુભ પરિણામ થાય છે, પણ ધર્મ થતો નથી, જૂઠું બોલતો નથી, દયા પાળે છે, વિષય સેવન કરતો નથી, ક્રોધાદિ કરતો નથી, શરીરના ખંડખંડ કરે તોપણ ક્રોધ ન કરે તેવો વ્યવહાર છે, પણ અંતરમાં ભાન નથી, તેથી અગૃહિત મિથ્યાત્વ છૂટયું નથી. તેને મિથ્યાત્વ, અવ્રત, કષાય ને યોગ-એમ ચાર આસ્રવ હોય છે. હું નિમિત્ત છું તો જડની ક્રિયા થાય છે-એમ તે માને છે. યથાર્થ વાતની ખબર નથી. બીજું એ કાર્યો તેઓ કપટથી કરતા નથી. જો કપટથી કરે તો રૈવેયક સુધી કેવી રીતે પહોંચે? ન પહોંચે. અંતરંગ મિથ્યા અભિપ્રાય, અવ્રત, રાગદ્વેષની ઈષ્ટતા વગેરે રાગાદિભાવ આવે છે તે જ આસ્રવ છે. તેને ઓળખતો નથી, તેથી તેને આસ્રવતત્વની સાચી શ્રદ્ધા નથી.
બંધતત્વના શ્રદ્ધાનની અયથાર્થતા હિંસા, જૂઠું, ચોરી વગેરે અશુભભાવો વડે નરકાદિરૂપ પાપબંધને બુરો જાણે ને દયાદાનાદિના બંધને ભલો જાણે તે મિથ્યાષ્ટિ છે. બન્ને બંધ છે, આત્માનું હિત કરતા નથી. દયાદાનાદિથી મને પુણ્ય તો બંધાયું છે! એમ હરખ કરે છે, બન્ને બંધ છે છતાં પુણ્યબંધને ભલો જાણે છે તે મિથ્યાદષ્ટિ છે.
પુણ્યબંધથી અનુકૂળ સામગ્રી મળે છે ને પાપબંધથી પ્રતિકૂળ સામગ્રી મળે છે, પણ તે વડે સ્વભાવ મળતો નથી. પાપબંધને બૂરો જાણી દ્વેષ કરે છે, નરકની સામગ્રી ઉપર દ્વેષ કરે છે ને પુણ્યબંધથી સારી સામગ્રી મળશે એમ માની રાગ કરે છે, પણ તે ભ્રાંતિ છે. સમવસરણ જોવાનું મળ્યું તેમાં આત્માને શો લાભ? પર ચીજથી લાભઅલાભ નથી. સ્વર્ગમાં જઈશું ને પછી ભગવાન પાસે જઈશું તો ત્યાં શું મળ્યું? સમવસરણ તો જડ છે, પર છે; ત્યાં અનંતવાર જીવ ગયો છે. સામગ્રીથી સ્વભાવની પ્રાપ્તિ થતી નથી. અજ્ઞાની જીવ પ્રતિકૂળ સામગ્રીમાં દ્વેષ કરે છે ને અનુકૂળ સામગ્રીમાં રાગ કરે છે, તે મિથ્યાત્વ છે. તે રાગનો અભિપ્રાય રહ્યો તે બંધતત્ત્વની ભૂલ છે. તેની તત્ત્વાર્થશ્રદ્ધા ખોટી છે. તત્ત્વાર્થશ્રદ્ધાન વિના સમ્યગ્દર્શન નથી ને સમ્યગ્દર્શન વિના ચારિત્ર હોતું નથી. જૈન દર્શનમાં ગરબડ ન ચાલે, તત્ત્વમાં અન્યાય ન ચાલે. અબંધસ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન ચારિત્રથી ધર્મ થાય છે. અજ્ઞાની જીવ સોળકારણભાવનામાં રાગ કરે છે, તેને તીર્થંકર પ્રકૃતિનો બંધ થતો નથી. જ્ઞાની જીવ રાગને હેય માને છે ને તીર્થંકર પ્રકૃતિને પણ હેય માને છે. જ્ઞાની જીવને કોઈને નબળાઈથી શુભરાગ આવે તો તીર્થકર પુણ્ય પ્રકૃતિ બંધાઈ જાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com