________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો છે. જે નિશ્ચય મોક્ષમાર્ગ સાધે છે, તેના શુભરાગને વ્યવહાર મોક્ષમાર્ગ કહે છે; પણ તે બંધમાર્ગ છે, એમ જાણવું જોઈએ.
ફાગણ વદ ૩ મંગળવાર, તા. ૩-૩-૫૩ તત્ત્વાર્થશ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે; તેને જે જાણતો નથી ને બહારથી ધર્મ માને છે તે મિથ્યાષ્ટિ છે. અહીં આસ્રવતત્ત્વમાં ભૂલ કેવી રીતે કરે છે તે બતાવે છે. પાપને હેય માને પણ પુણ્યને ઉપાદેય માને તે આસ્રવની ભૂલ છે. વળી મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને યોગ એ આસવના ભેદ છે. તેને બાહ્યરૂપથી તો માને, પણ તે ભાવોની જાતિ ઓળખે નહિ. સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની બાહ્ય લક્ષણથી પરીક્ષા કરે, તે ગૃહિત મિથ્યાત્વનો ત્યાગ છે; પણ અનાદિ અગૃહીત મિથ્યાત્વને ન ઓળખે, ને જ્ઞાયકસ્વરૂપ આત્માની દષ્ટિ નથી, પણ પુણ્ય-પાપ ઉપર દષ્ટિ છે તે અનાદિનું મિથ્યાત્વ છે, તેને ઓળખતો નથી. સ્તની દષ્ટિ કરીને આસ્રવ છોડવો જોઈએ, પણ એ ભૂલ ટાળતો નથી. દયાદાનાદિ પરિણામ આસ્રવ છે, તેના ઉપરની દૃષ્ટિ તે પર્યાયદષ્ટિ છે. અંતરમાં રાગને હિતકર માને છે મિથ્યાત્વને ઓળખતો નથી.
વળી બાહ્ય ત્ર-સ્થાવરની હિંસાને અવિરતિ માને છે. ઈદ્રિયના વિષયોની પ્રવૃત્તિને અવિરતિ માને છે પણ તે અવિરતિનું સ્વરૂપ નથી. જડની ક્રિયા ઘટી તો વિષયો ઘટયા એમ માને છે. સ્ત્રી, લક્ષ્મીનો સંસર્ગ કરે તો અવિરતિ થાય છે એમ માને છે; પણ હિંસામાં પ્રમાદપરિણતિ મૂળ છે. ઉગ્ર પ્રમાદ થવો તે અવિરતિ છે. નગ્ન થવાથી અવ્રત છૂટયાં એમ માને છે, તે ભૂલ છે, વિષયમાં આસક્તિ થવી તે અવ્રત છે. અંતરની આસક્તિ છૂટે નહિ ને માને કે હું વ્રતધારી છું. બાહ્યમાં ઈદ્રિયોના વિષયોમાં ન જોડાય માટે અવ્રત છૂટી ગયું એમ માને છે તે અવિરતિમાં ભૂલ છે. પર્યાયમાં તીવ્ર પ્રમાદભાવનો ને વિષયની આસક્તિનો ત્યાગ સ્વભાવના ભાનપૂર્વક થયો નહિ ને બાહ્યથી આસક્તિનો ત્યાગ માને તે અવિરતિરૂપ આસ્રવતત્ત્વમાં ભૂલ છે. આવી ભૂલવાળાને સમ્યગ્દર્શન હોય નહિ.
આત્માના ભાનપૂર્વક વિશેષ સ્થિરતા થવી તે વ્રત છે તેને ઓળખતો નથી. પ્રમાદભાવને પીછાણતો નથી; પણ બહારનાં નિમિત્તો છૂટયાં માટે અવ્રત છૂટયાં એમ માને છે. હું શુદ્ધ ચિદાનંદ છું એવા ભાનપૂર્વક અંશે લીનતાં થતાં અવ્રત પરિણામ છૂટી જાય છે. ને નિમિત્ત પણ નિમિત્તના કારણ છૂટી જાય છે. તેને જાણતો નથી તે આસ્રવતત્ત્વમાં ભૂલે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com