________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
| [૧૩૭ અજ્ઞાની જીવ પુર્ણ થતાં ખુશી થાય છે કે “પુણ્ય તો બંધાણા ને!' એમ માની રાજી થાય છે તે મિથ્યાદષ્ટિ છે. વળી મારવાનો વા દુઃખી કરવાનો અધ્યવસાય થાય તે પાપબંધના કારણરૂપ છે.
સત્ય બોલવું, આજ્ઞા વિના ચીજ ન લેવી, શરીરથી બ્રહ્મચર્ય પાલન કરવું વગેરેમાં શુભભાવ છે ને તેનાથી પુણ્યબંધ થાય છે. તેમાં રાજી થાય છે તે મોટી ભૂલ છે. તત્ત્વાર્થશ્રદ્ધાનથી વિરુદ્ધ શ્રદ્ધા કરે તે નિગોદના આરાધક છે. મુનિ નામ ધરાવી વસ્ત્રાદિ પરિગ્રહ રાખે તો મોટો પાપી છે. મુનિપણું નહીં હોવા છતાં મુનિપણું માને તે નિગોદનો આરાધક છે એમ શ્રી કુંદકુંદાચાર્ય કહે છે.
અહીં અજ્ઞાની, “મેં શરીરથી બ્રહ્મચર્યનું પાલન કર્યું.” એમ માની શરીરની ક્રિયાનો સ્વામી થાય છે. તે જીવ-અજીવમાં ભૂલ છે, ને તેમાં થતાં શુભ પરિણામથી ધર્મ માને તે આસ્રવમાં ભૂલ છે, અજ્ઞાની માને છે કે જીવને વિકલ્પ આવે છે માટે વસ્ત્ર છૂટી જાય છે, તો એમ નથી. વસ્ત્ર છૂટવાનું કાર્ય તો વસ્ત્રથી થાય છે. જો વિકલ્પને લીધે વસ્ત્ર છૂટયાં માને તો જીવ-અજીવમાં ભૂલ છે. પરિગ્રહ નહિ રાખવાનો ભાવ શુભ છે-પુણ્યબંધનું કારણ છે. તેને ઉપાદેય માનવો તે આસ્રવમાં ભૂલ છે. પૈસા રહેવા, અસત્ય વચન બોલવાં વગેરે તો જડની ક્રિયા છે, અને પૈસા રાખું વગેરે પરિણામ પાપ અધ્યવસાન છે. તેમાં પાપને હેય માનવું ને પુણ્યને ઉપાદેય માનવું તે આસ્રવતત્ત્વમાં ભૂલ છે. હિંસાદિકની માફક અસત્યાદિક પાપબંધનાં કારણ છે. એ સર્વ મિથ્યા અધ્યવસાય છે તે ત્યાજ્ય છે.
હિંસામાં મારવાની બુદ્ધિ થાય પણ તેનું આયુ પૂર્ણ થયા વિના મરે નહિ. મારવાનો દ્વષ પોતે કર્યો તે પાપ છે. પોતે અહિંસાનો ભાવ કર્યો માટે જીવ બચ્યો નથી; તેના આયુષ્ય વિના જીવતો નથી. પોતાના શુભ પરિણામથી પુણ્ય બાંધે છે; તે ધર્મ નથી. પુણને આદરણીય માને તે આસ્રવમાં ભૂલ છે. હું જ્ઞાતાદષ્ટા છું, પરનો કર્તા નથી, હું રાગનો પણ કર્તા નથી, એમ માને ત્યાં નિબંધતા છે. નિબંધ ભાવ ઉપાદેય છે.
હવે વીતરાગી દશા પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રશસ્તરાગરૂપ પ્રવર્તે. આ ઉપદેશનું વાક્ય છે. વીતરાગી દશા ન થાય ત્યાં સુધી શુભ રાગ તેના કાળક્રમે આવે છે, એમ જાણો; પણ શ્રદ્ધાન તો એવું રાખો કે દયા, દાન, ભક્તિ વગેરે બંધનું કારણ છે, હેય છે. જો શ્રદ્ધાનમાં પુણ્યને મોક્ષમાર્ગ જાણે તો તે મિથ્યાષ્ટિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com