________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો].
| [૧૩પ અજ્ઞાનીને થતું નથી. આમ મિથ્યાષ્ટિના જીવ-અજીવ તત્ત્વની શ્રદ્ધાનની અયથાર્થતા બતાવી. પુદગલો જાતિ-અપેક્ષાએ એક છે પણ સંખ્યાએ અનંતાનંત છે. એક પુદ્ગલથી બીજા પુદ્ગલમાં કામ થાય તો અનંતાનંત પુદ્ગલો રહેતાં નથી. આમ સાત તત્ત્વનું ભાન નથી ને માને કે મેં પરની દયા પાળી તો તે ભ્રાંતિ છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે પુદ્ગલે પુદગલ તો સજાતીય છે તો એક પુદ્ગલ બીજાનું કરી શકે ને? ના એક આંગળીના સ્કંધમાં અનંતા પરમાણુ છે, તે દરેકની ક્રિયા જુદી જુદી છે.
एक परिनामके न करता दरव दोइ, दोइ परिनाम एक दर्व न धरतु हैं। एक करतुति दोइ दर्व कबहु न करे,
दोइ करतुति एक दर्व न करतु है।। સમયસાર નાટકમાં આ વાત કરેલ છે. બે દ્રવ્ય એક પરિણામને કરે નહિ, એક દ્રવ્ય બે પરિણામ ધરતા નથી, બે દ્રવ્ય ભેગાં થઈને એક પરિણામ કરે એમ કદી બને નહિ ને એક દ્રવ્ય કર્તા થઈને બે પરિણામ કરે એમ બને નહિ. આમ યથાર્થ શ્રદ્ધાન નથી તેને જીવ-અજીવની સ્વતંત્રતાની ખબર નથી, તેથી તે મિથ્યાષ્ટિ છે.
ફાગણ વદ ૨ સોમવાર, તા. ૨-૩-૫૩ આસ્રવતત્વના શ્રદ્ધાન અયથાર્થતા વળી આસ્રવતત્ત્વમાં જે હિંસાદિરૂપ પાપાસ્રવ છે તેને તો હેય જાણે છે તથા અહિંસાદિરૂપ પુણાસ્રવ છે તેને ઉપાદેય માને છે. દયા, બ્રહ્મચર્ય આદિના પરિણામ જીવથી પોતાથી થાય છે. તે પરિણામરૂપ ક્રિયા જીવથી થઈ છે, કર્મને લીધે નથી. જે જીવ કર્મને લીધે દયા-દાનાદિના પરિણામ માને તેની તો જીવ-અજીવ તત્ત્વમાં ભૂલ છે. શુભ-અશુભ પરિણામ કર્મથી થાય છે તે જીવ-અજીવતત્ત્વની ભૂલ છે, તે આસ્રવતત્ત્વની ભૂલ નથી; પણ જે જીવને તેવી ભૂલ છે તેની તો બધાં તત્ત્વોમાં ભૂલ છે. દયા-દાનાદિ પરિણામ જીવના અસ્તિત્વમાં છે, કર્મ નિમિત્તમાત્ર છે. પોતાથી કેવળ-જ્ઞાન થાય તેમાં કેવળજ્ઞાનાવરણીયનો અભાવ નિમિત્તમાત્ર છે. આમ યથાર્થ ન સમજે ને નિમિત્ત છે તો કામ થયું એમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com