________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[ ૧૩૩ દયાદાનાદિ પરિણામ તથા જ્ઞાનાદિના પરિણામ આત્માશ્રિત છે ને શરીરની ક્રિયા જડને આશ્રિત છે, છતાં બધી ક્રિયા આત્માશ્રિત માને છે તે મિથ્યાષ્ટિ છે. જ્ઞાનપર્યાય રાગપર્યાય ને જડની પર્યાય-બધાને તે એક માને છે. ઉપદેશ મેં કર્યો ને રાગ પણ મેં કર્યો એમ તે માને છે. ભગવાન પાસે જવાનો શુભરાગ આત્માશ્રિત છે, ને શરીરનું હાલવું-ચાલવું, હાથ જોડવા તે પુદ્ગલાશ્રિત છે; છતાં બન્નેને એક માનવા તે ભૂલ છે.
વળી કોઈ વખત શાસ્ત્રાનુસાર સાચી વાત પણ બનાવે, પરંતુ ત્યાં અંતરંગ નિર્ધારરૂપ શ્રદ્ધાન નથી. શરીરની ક્રિયા તથા પર જીવની ક્રિયા મારી નથી. જ્ઞાન ને રાગ કરે છે તે જીવ કરે છે તેવી ખબર નથી. અંતરંગમાં તેને શાસ્ત્રાનુસાર શ્રદ્ધાન નથી. જેવી રીતે કેફી મનુષ્ય માતાને માતા કહે તોપણ તે શાણો નથી તેમ આને પણ સમ્યગ્દષ્ટિ કહેતા નથી. કોઈ શાસ્ત્રની વાત કહે, પણ અંતરંગમાં શ્રદ્ધાન ન થયું તો તેને સમ્યગ્દષ્ટિ કહેતા નથી. જીવે ઈચ્છા કરી તો શુદ્ધ આહાર આવ્યો-એમ માનનાર જીવ અને અજીવને એક માને છે, સાત તત્ત્વોમાં જીવ-અજીવની પ્રતીતિનાં ઠેકાણાં નથી. જેવી રીતે કોઈ બીજાની જ વાતો કરતો હોય તેમ આ જીવ આત્માનું કથન કરે છે; પણ હું પોતે જ આત્મા છું, પુણ્ય પરિણામ વિકાર છે અને શરીરાદિ જડ છે એવું ભિન્નપણે તેને ભાસતું નથી. આત્માથી શરીર જુદું છે એમ કહે પણ શરીરથી આ મારો આત્મા તદ્દન જુદો છે એવો ભાવ પોતામાં બેસાડતો નથી. જડની પર્યાય ક્ષણે ક્ષણે જડથી થાય છે. પોતાના પરિણામ જુદા છે એવી ભિન્નતાનો ભાસ થતો નથી. તેથી તે મિથ્યાષ્ટિ છે.
નૈમિત્તિક ક્રિયા સ્વતંત્ર થાય છે, તેમાં અન્ય પદાર્થ નિમિત્ત માત્ર છે
વળી પર્યાયમાં જીવ-પુદ્ગલના પરસ્પર નિમિત્તથી અનેક ક્રિયાઓ થાય છે, તે સર્વને બે દ્રવ્યોના મેળાપથી નીપજી માને છે. હું જીવ છું તો શરીર ચાલે છે, ઇંદ્રિયો છે તો મને જ્ઞાન થાય છે એમ માને છે, પણ ઈદ્રિયો તો નિમિત્તમાત્ર છે એમ જાણતો નથી. નિમિત્ત છે તો કામ થાય છે એમ માને છે. ભાષા નીકળે છે તે નૈમિત્તિક છે ને તેમાં રાગીનો રાગ નિમિત્ત માત્ર છે. રાગ થયો માટે ભાષા નીકળે છે-એમ નથી. આંખ, કાન વગેરે ઈદ્રિયોને લીધે જ્ઞાન થયું માને તે એકતાબુદ્ધિ છે. ઈચ્છાને લીધે હાથ ચાલ્યો ને રોટલી વગેરેના ટુકડા થયા, રસોઈ કરતી વખતે રોટલી બળી જાય છે તે તેના કારણે બળે છે છતાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com