________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[૧૩૧ તો હતું પણ વિશેષ લીનતા કરી તે વીતરાગ દશા પામ્યા. મન, વાણી, દેહથી હું ભિન્ન છું, રાગદ્વેષ ફોતરાં છે, તેનાથી રહિત હું જ્ઞાનસ્વભાવી છું, એમાં વિશેષ લીનતા કરવાથી તે કેવળજ્ઞાન પામ્યા; શાસ્ત્રનું જ્ઞાન ન હતું, છતાં કેવળજ્ઞાન પામ્યા. સમ્યગ્દર્શન પછીની આ વાત છે. શિવભૂતિ મુનિ જે શબ્દો બોલ્યા તે સિદ્ધાંતના શબ્દ ન હતા, પરંતુ સ્વપરના ભાનસહિત ધ્યાન કર્યું તેથી તેઓ કેવળજ્ઞાન પામ્યા.
અગિયાર અંગનો પાઠી થાય, અથવા ઉગ્ર તપશ્ચર્યા કરે તોપણ જેને આત્માનું ભાન નથી તે મિથ્યાદષ્ટિ છે. વળી અગિયાર અંગનો પાઠી જીવાદિનાં વિશેષો જાણે છે, પણ તેને અંતરના ભાવ ભાસતા નથી તેથી તે મિથ્યાષ્ટિ રહે છે. અભવ્યને નામનિક્ષેપથી તત્ત્વનું શ્રદ્ધાન છે, પણ ભાવનિક્ષેપથી ભાવભાસન નથી. જે સંસારની વાતમાં ડહાપણ કરે છે પણ ધર્મમાં મૂર્ણપણું બતાવે છે તેને ધર્મની પ્રીતિ નથી, તથા જો શાસ્ત્રની પ્રીતિ થઈ પણ ભાવનું ભાસન નથી તો તે પણ મિથ્યાષ્ટિ છે.
જીવ-અજીવતત્ત્વના શ્રદ્ધાનની અયથાર્થતા વીતરાગ શાસ્ત્રમાં જેવી જીવાદિ તત્ત્વની વાત છે તેવી બીજે કયાંય નથી. ભગવાનની વાણીને અનુસાર આચાર્ય શાસ્ત્ર રચ્યાં છે. સમયસાર, નિયમસાર, પખંડઆગમ આદિ જૈનશાસ્ત્રો છે. તેમાં કહેલા ત્રસસ્થાવરાદિરૂપ જીવના ભેદ શીખે છે, ગુણસ્થાન-માર્ગણાસ્થાનના ભેદો શીખે છે. જીવ-પુદ્ગલાદિના ભેદોને વા તેના વર્ણાદિ ભેદોને જાણે છે, વ્યવહારશાસ્ત્રોની વાતો જાણે છે, પરંતુ અધ્યાત્મશાસ્ત્રોમાં ભેદવિજ્ઞાનના કારણભૂત વા વીતરાગદશા થવાના કારણભૂત જેવું નિરૂપણ કર્યું છે તેવું જાણતો નથી. જડકર્મથી આત્મા ભિન્ન છે એવું ચૈતન્યસ્વરૂપ અધ્યાત્મશાસ્ત્રમાં કહ્યું છે. વ્યવહારશાસ્ત્રમાં કર્મ સાથે નિમિત્તનૈમિત્તિક સંબંધ કહ્યો હોય છે. અધ્યાત્મશાસ્ત્રમાં એમ કહ્યું છે કે ગુણસ્થાન-માર્ગણાસ્થાન તે જીવનું મૂળ સ્વરૂપ નથી. વીતરાગ દશાનું કારણ જીવ દ્રવ્ય છે. અધ્યાત્મશાસ્ત્રમાં કઈ અપેક્ષાએ કથન છે તેને સમજતો નથી.
આગમશાસ્ત્રમાં જીવનું સ્વરૂપ માર્ગણાસ્થાન ને ગુણસ્થાન સહિત તથા વર્તમાન પર્યાયસહિત કહેલ છે. અધ્યાત્મશાસ્ત્રમાં જીવનું સ્વરૂપ મુખ્યપણે એકલું શુદ્ધ કહેલ છે. વર્તમાન પર્યાયને ગૌણ કરી ત્રિકાળી શુદ્ધ સ્વભાવને જીવ કહ્યો છે, તેના સ્વરૂપને અજ્ઞાની યથાર્થ જાણતો નથી. વળી કોઈ પ્રસંગથી તેવું પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com