________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
૧૩૦ ]
[ શ્રી મોક્ષમાર્ગપ્રકાશકનાં કિરણો ભાવભાસન છે તો તે સમ્યગ્દષ્ટિ જ છે. પુણ્ય-પાપ દુઃખદાયક છે, અધર્મ છે; રાગરહિત પરિણામ શાંતિદાયક છે, હું શુદ્ધ જ્ઞાયક છું ને શરીર, કર્મ વગે૨ે અજીવ છે,-એમ ભાવભાસન થાય તો તે સમ્યગ્દષ્ટિ જ છે. કદાચિત્ વર્તમાનમાં શાસ્ત્રનું બહુ ભણતર ન હોય તોપણ તે સમ્યગ્દષ્ટિ જ છે.
જેમ હરણ રાગાદિનું નામ જાણતું નથી પણ રાગનું સ્વરૂપ ઓળખે છે; તેમ તુચ્છબુદ્ધિ જીવ જીવાદિનાં નામ ન જાણે, પણ તેના સ્વરૂપને ઓળખે છે. જંગલના માણસને નિધાન મળ્યું તે સંખ્યા જાણતો નથી પણ લક્ષ્મી ઘણી છે એમ જાણે છે; તેમ તિર્યંચ આત્માનું નામ, સંખ્યા વગેરે ન જાણે તોપણ તેને અંતર ભાવભાસન થાય તો સમ્યક્ત્વી છે. તત્ત્વાર્થશ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહ્યું છે. તેને નવ તત્ત્વોના નામ આવડતા નથી પણ તેનું સ્વરૂપ સમજે છે. હું જીવ શાયક તત્ત્વ છું, શરીરાદિ ૫૨-અજીવ છે, તે મારામાં નથી. પુણ્ય-પાપના ભાવ તથા આસવ-બંધના ભાવ બૂરા છે ને સંવર-નિર્જરા-મોક્ષના ભાવ ભલા છે. એમ ચા૨ બોલમાં સાત તત્ત્વોનું ભાસન થયું છે. તેને પૂર્વે જ્ઞાનીનો ઉપદેશ મળ્યો છે; તિર્યંચ આદિ ભાવભાસનનો વર્તમાન પુરુષાર્થ કરે છે, તેમાં નિમિત્ત પૂર્વ સંસ્કારાદિ છે. સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર ભલા ભાવ છે વગેરે પ્રકારે ભાવભાસન છે, તેમાં દેવ-ગુરુ-શાસ્ત્રનું સ્વરૂપ પણ આવી જાય છે.
કોઈ જીવ નવતત્ત્વનાં નામ માત્ર બોલી જાય પણ અંતર નિર્ણય કરે નહિ તો તે મિથ્યાદષ્ટિ છે. જતનાથી ચાલવું તેને નિશ્ચય સમિતિ માની લે છે. ચાલવું તો જડની ક્રિયા છે ને અંદરમાં શુભભાવ થવા તે વ્યવહા૨સમિતિ છે, ને રાગરહિત અંતરમાં શુદ્ધપરિણતિ થવી તે નિશ્ચય સમિતિ છે,એમ ભાવભાસન નથી, તે કદાચિત્ માત્ર શબ્દો ગોખી જાય તોપણ મિથ્યાદષ્ટિ છે.
હવે ભાવભાસનમાં શિવભૂતિ મુનિનું દૃષ્ટાંત આપે છે. તેઓ આત્મજ્ઞાની ધર્માત્મા મુનિ હતા, છઠ્ઠી-સાતમી ભૂમિકામાં ઝૂલતા હતા. તેઓ જીવાદિનાં નામ જાણતા ન હતા. ‘તુષામિન્ન' એમ ઘોષણા કરવા લાગ્યા. ગુરુએ ‘મા રુપ મા તુષ' અર્થાત્ રાગદ્વેષ કરીશ નહિ–એમ કહેલ, પણ તે ભૂલી ગયા. પરંતુ તેમને ભાવનું ભાસન હતું. એક વખત આહાર લેવા જતા હતા ત્યારે રસ્તામાં એક બાઈ અળદની દાળ પરથી ફોતરાં કાઢતી હતી. તેણે બીજીએ પૂછતાં જવાબ આપ્યો કે ‘સુષમાવભિન્ન’કરું છું, માષ એટલે અળદ ને તુષ એટલે ફોતરાં. અળદની દાળમાંથી ફોતરાં કાઢી નાખું છું. હું શુદ્ધ ચિદાનંદ છું એવું ભાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com